બળવાખોર સામે કાર્યવાહી:પારડી બેઠક ઉપરથી 'આપ'માંથી ઉમેદવારી નોંધાવનાર કેતન પટેલને BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે બીજી તરફ ઉમેદવારીને લઈ કેટલીક જગ્યાએ નારાજગી પણ જોવા મળી હતી. ત્યારે વલસાડની પારડી બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવનાર કેતન પટેલને BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

7 સભ્યો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2 તબક્કામાં યોજાનાર છે. ત્યારે વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક સહિત ગુજરાતની 7 વિધાનસભા બેઠક ઉપર BJPના ઉમેદવારો સામે BJPના બળવાખોર ઉમેદવારોએ અપક્ષ સહિત અન્ય પક્ષમાં જોડાઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેને લઈ પ્રદેશ અધ્યક્ષ CRપાટીલે કડક પગલા ભર્યા છે. પ્રદેશ પ્રમુખે BJP વિરુદ્ધ કામગીરી કરનાર 7 સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો આદેશ કર્યો છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પ્રદેશ પ્રમુખે કડક પગલા ભર્યા
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જાહેર થતાં રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો છે. રાજ્યમાં 2 ફેઝમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. પ્રથમ ચરણની સામાન્ય ચૂંટણીમાં વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક ઉમર BJPના ઉમેદવાર સામે આમ આદમી પાર્ટીમાંથી કેતન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જે ગુજરાત પ્રદેશ BJPના ઉમેદવાર સામે જ નોંધાવી હતી. પ્રથમ ચરણમાં BJPના ઉમેદવારો સામે BJPમાંથી ઉમેદવારી નોંધાવનાર 7 સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે BJPના ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવનાર પ્રદેશના 7 બળવાખોર સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...