અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત:વલસાડમાં 16 નવેમ્બરના રોજ કેજરીવાલ રોડ શો કરશે, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં ઉમેદવારોને ઉતાર્યા છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામશે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં જોતરાયા છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ વલસાડ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં વલસાડ શહેરમાં તેઓનો ભવ્ય રોડ શો યોજાશે. વલસાડ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ મંગુ પટેલ માટે મતદારોને મતદાન કરવા અપીલ કરશે.

રોડ શો યોજી ચૂંટણી પ્રચાર કરશે
વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા 182 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ હતી. આવતીકાલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રોડ શો યોજી ચૂંટણી પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પટેલ માટે મતદાન કરવા મતદારોને અપીલ કરશે. રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાશે. રોડ શોને સફળ બનાવવા આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વલસાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીના રોડ શોમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...