• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 'Keep Informing The Organization's Office Bearers And Leaders In The WhatsApp Group When You Go To Work In Your Constituency, So That There Are No Complaints That The Leaders Are Not Coming

ભાજપના MLA-MPને પાટીલનો આદેશ:'પોતાના મતવિસ્તારમાં કામકાજ અર્થે જાવ ત્યારે સંગઠનના હોદેદારો અને આગેવાનોને વોટ્સએપ ગ્રુપમાં જાણ કરવાનું રાખો'

વલસાડ3 મહિનો પહેલા
  • વાપીના કાર્યક્રમમાં કહ્યું- 'ઘણા ધારાસભ્ય પેજ કમિટીને ગંભીરતાથી લેતા ન હતા, તેઓને ગાંધીનગર મનપાના પરિણામ બાદ વાસ્તવિકતા સમજાણી'
  • ખાલી લોકપ્રિયતાના કારણે ચૂંટણી ના જીતી શકાય, કાર્યકર્તાઓની ફોજ હોવી જરુરી- સી.આર.પાટીલ

વલસાડ જિલ્લાના વાપીમાં આયોજીત ભાજપના પેજ કમિટીના પ્રમુખો અને સભ્યોની યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી હતી. પાટીલે ઉપસ્થિત સભ્યો અને પ્રમુખોને પેજ કમિટીનું મહત્વ અને તાકાત વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને આદેશ આપ્યો હતો કે, જ્યારે તેઓ પોતાના મત વિસ્તારમાં જાય ત્યારે સંગઠનના હોદેદારો અને આગેવાનોને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જાણ કરવાનું રાખે. જેથી નેતાઓ અમારા વિસ્તારમાં આવતા નથી તેવી કાર્યકર્તાઓની ફરિયાદ ના રહે.

ભાજપના ધારાસભ્ય-સાંસદોને વોટ્સએપ ગ્રુપ બનાવવા આદેશ
પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્યો અને સાંસદો જ્યારે પોતાના મત વિસ્તારમાં જાય ત્યારે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંગઠનના હોદેદારો અને આગેવાનોને જાણ કરવાનું રાખે. જેથી સંગઠનના લોકો અને કાર્યકર્તાઓની જે ફરિયાદ છે કે, નેતાઓ અમારા વિસ્તારમાં આવતા નથી તે ના રહે. જેના માટે પાટિલે એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં સંગઠનના હોદેદારો, ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયતના સદસ્યોને સામેલ કરવાની વાત કરી હતી.

ટિકિટ ના મળતા નારાજ થતા નેતાઓને લઈ નિવેદન
​​​​​​
પાટીલે કહ્યું હતું કે, ચૂંટણી સમયે ટિકિટ ના મળતા કેટલાક નેતાઓ નારાજ થઈ જતા હોય છે અને જેને ટિકિટ મળી હોય તેને હરાવવા માટે પ્રયાસ કરતા હોય છે. ત્યારે પાટીલે કહ્યું કે, હવે આ શક્ય નહીં બને. કોઈ એક વ્યકિતના કારણે ચૂંટણી જીતી કે હારી ના શકાય. જો કોઈ એમ વિચારતું હોય કે તેનાથી ચૂંટણીના પરિણામ બદલાશે તો તે ખોટું છે.

પાટીલે પોતાના સંબોધનમાં ઈમરાનખાનનું ઉદાહરણ આપ્યું
સી.આર.પાટીલે પેજ કમિટના પ્રમુખ અને સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાનખાન પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેના પ્રચારમાં રસ્તાની બંને બાજુ લોકોની ભારે ભીડ થતી હતી. પરંતુ, ચૂંટણીમાં ઈમરાનખાનની હાર થઈ હતી. તેને કહ્યું હતું કે- ચૂંટણી ફક્ત લોકપ્રિયતાના કારણે ના જીત શકાય. ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓની ફોજ હોવી જરુરી છે.

નેતાઓએ સ્ટેજ પર નહીં પણ કાર્યકર્તાઓ સાથે બેસવું
કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચેનું અંતર દૂર કરવા માટે પાટીલે સ્ટેજ પર બેસવાને બદલે કાર્યકર્તાઓની વચ્ચે જ બેસવાની શરૂઆત કરી છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજ પર સોફા સહિતની વ્યવસ્થા કરવામા આવી હતી. જેથી પાટીલે સ્થાનિક નેતાઓને ટકોર કરી હતી કે, ભવિષ્યમાં જ્યારે કાર્યક્રમનું આયોજન થાય ત્યારે સ્ટેજ પર સોફા જેવી અલગથી વ્યવસ્થા કરવામા ના આવે.

પારડી વિધાનસભા બેઠકના પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે વલસાડ જિલ્લાના વાપી ની મુલાકાતે હતા. જ્યાં પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ પ્રધાન અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીસ ધારાસભ્યો અને સાંસદ સહિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...