તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી સંદર્ભે બેઠક:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કપરાડા કોંગ્રેસ સમિતિની ચર્ચા, બાલચોંઢીમાં સંગઠન બાબતે બેઠક મળી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપરાડા તાલુકાના બાલચોંઢી ભુવનેશ્વર મહાદેવના પટાંગણમાં આવનારી ચૂંટણીને લઈને એક સંગઠનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આવનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી અંગે સમીક્ષા - સંગઠન જેવા મુદાઓને ધ્યાને રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના નામો વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારને મતદારો સાથે મુલાકાત તેમજ ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી શકે, જેવા વિવિધ મુદાઓને ધ્યાને રાખી સૌ કાર્યકર્તાઓ સાથે એક સંગઠન બેઠક યોજવામાં આવી હતી.

આ કપરાડા કોંગ્રેસ સમિતિની સંગઠન બેઠકમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ, કપરાડા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા બાબનભાઈ રાઉત, વલસાડ જિલ્લા એન એસ યુ આઈના પ્રમુખ દશરથભાઈ કડું, કપરાડા તાલુકા એન એસ યુ આઈના પ્રમુખ મનુભાઈ જાદવ, હરેશભાઈ પટેલ, દશમાભાઈ ધનારીયા, રમેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, બચુભાઈ ભગરીયા, જિલ્લા પંચાયત સદસ્ય ઘોટણ કાંતાબેન વગેરે મોટી સંખ્યામાં સરપંચો તેમજ કોંગ્રેસી કાર્યકાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો