વિધાનસભાની ચૂંટણી:કપરાડા વિધાનસભા બેઠકના ઉમેદવાર જીતુ ચૌધરીએ ફોર્મ ભર્યું, ગત કરતા પણ વધુ મતથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે કપરાડા બેઠક માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીએ BJPમાંથી ઉમેદવારી નોંધાવી હતી. કપરાડા તડકેશ્વર મહાદેવ મંદિરે ભગવાનના દર્શન કરીને કપરાડા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. BJP કાર્યાલયથી 5 હજારથી વધુ કાર્યકરો સાથે રેલી પણ કાઢી હતી.

કાર્યકરોમાં ખુશીનો માહોલ
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કપરાડા બેઠક ઉપર BJPના ઉમેદવાર તરીકે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીના નામની જાહેરાત થઈ હતી. જેની સાથે જીતુ ચૌધરીના સમર્થકો અને BJPના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે કપરાડા ખાતે તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી કપરાડા BJP કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોમ ભરવા પહોંચ્યા હતા.

ડાંગી નૃત્યના તાલે જીતુ ચૌધરી ઝૂમી ઉઠ્યા
આદિવાસી વાજિંત્રો સાથે ડાંગી નૃત્યના તાલે જીતુ ચૌધરી ઝૂમી ઉઠ્યા હતા. કપરાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ કપરાડા બેઠક ઉપર BJPમાંથી ઉમેદવારી નોંધાવી હતી. કપરાડા તાલુકા BJPની બેઠક ઉપર ગત વિધાનસસભા ચૂંટણી કરતા ડબલ બહુમતીથી બેઠક ઉપર જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...