• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Kanubhai Desai, Who Scored A Hat trick Of Wins From Pardi, Was Once Again Sworn In As A Cabinet Minister, May Meet The Finance Department Once Again.

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0.:પારડીથી જીતની હેટ્રિક લગાવનાર કનુભાઈ દેસાઈ ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો હવાલો સોંપાયો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0.ની શપથવિધિ પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં વલસાડ જિલ્લામાંથી પારડી બેઠક પર જીતની હેટ્રિક લગાવી ધારાસભ્ય બનેલા કનુભાઈ દેસાઈને વધુ એકવાર કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની પ્રથમ ટર્મ દરમિયાન કનુભાઈ દેસાઈને નાણાં, ઊર્જા જેવા ખાતાઓ આપવામાં આવ્યા હતા. ફરી એકવાર કનુભાઈને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો હવાલો સોંપવામાં આવ્યો છે.

કોણ છે કનુભાઈ દેસાઈ?
વલસાડ જિલ્લાની પારડી બેઠક પર કનુ દેસાઈએ જીતની હેટ્રિક લગાવી છે. તેઓ આ બેઠક પર 2012થી સતત ચૂંટાતા આવ્યા છે. 2012માં કનુભાઈ દેસાઈએ 37 હજાર 311ની લીડથી, 2017માં 52 હજાર 86 મતની લીડથી અને 2022માં 97 હજાર 164 મતની લીડથી વિજય મેળવ્યો છે.

ભુપેન્દ્ર પટેલ સરકારમાં નાણાં અને ઉર્જા મંત્રી હતા
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં વલસાડ જિલ્લામાંથી કનુભાઈ દેસાઈને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. કનુભાઈને ઉર્જા અને નાણાં જેવા મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકાર 1.0.માં કનુભાઈ દેસાઈ પાસે જે ખાતાઓ હતા તે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0.માં રિપિટ કરવામાં આવ્યા છે.

વલસાડની તમામ 5 બેઠક પર ભાજપની જીત
2022ના ચૂંટણી જંગમાં વલસાડ જિલ્લામાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. તમામ 5 બેઠક ભાજપે કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...