સન્માન:વલસાડની પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઈ દેસાઈનું VIA દ્વારા સન્માન કરાયું

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી હાઈ પ્રોફાઈલ ગણાતી પારડી વિધાનસભા બેઠક ઉપર રાજ્યના નાણાં મંત્રી કનુંભાઈ દેસાઈએ ત્રીજી વખત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાજ્યની હાઈ પ્રોફાઈલ બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કર્યો હતો. જેમાં વાપીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને પારડી વિધાનસભા બેઠક ઉપર કનુભાઈ દેસાઈના સમર્થકો અને વાપી અને પારડી તાલુકા ભાજપના કાર્યકરોએ આ સામાન્ય ચૂંટણીમાં 1.11 લાખથી વધુની લીડ અપાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે VIAના હોદ્દેદારો અને વાપી GIDCના ઉદ્યોગપતિઓ કનુભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું.

વલસાડ જિલ્લાની પારડી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં BJPના ઉમેદવાર કનુંભાઈ દેસાઈને ત્રીજી વખત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હાલના રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેને લઈને વલસાડ જિલ્લા અને પારડી તેમજ વાપી તાલુકા BJPના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કનુભાઈ દેસાઈએ છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસના કામોને લઈને કનુભાઈ દેસાઈની લોકચાહના મળી રહી છે. રાજ્ય નાણાં મંત્રીએ વાપી વિસ્તારમાં બાકી રહેલા તમામ કામો પૂર્ણ કર્યા છે. આજે કનુભાઈ દેસાઈનું VIAની ટીમે ભવ્ય સ્વાગત કર્યું હતું. હાઈ પ્રોફાઈલ બેઠક ઉપર પારડી વિધાનસભા બેઠક ઉપર 1.11 લાખથી વધુની લીડ મેળવવા BJPના કાર્યકરોએ સંકલ્પ કરીને પ્રચારની કામગીરી આગળ વધારી છે. VIA ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં VIAના કાર્યકરો અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...