ખાતાઓની ફાળવણી:પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ બન્યા રાજ્યના નવા નાણામંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામા આવ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017માં પારડી બેઠક પરથી 54000 મતે વિજેતા થયા હતા
  • નાયબ મુખ્યમંત્રી પાસે જે નાણાં વિભાગ હતું તે હવે કનુ દેસાઈ પાસે આવ્યું

વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કનુભાઈ દેસાઈને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાઆવ્યાછે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણા વિભાગ જેવું મહત્વનું ખાતુ ફાળવવામા આવ્યું છે. કનુ દેસાઈને નાણા ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામા આવ્યા છે.

કનુભાઈ દેસાઈની રાજકીય કારકિર્દીવલસાડ જિલ્લાના પારડી ઉમરસાડીના દેસાઈ પરિવારમાંથી આવતા કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સાત વર્ષ સુધી રહ્યા. પ્રમુખ બન્યા બાદ કૉંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.

વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવીકનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામા મહત્વનું યોગદાન આપ્યું છે. તેના યોગદાનને ધ્યાન પર લઈ તેને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે. આજે વલસાડ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતથી લઈ જિલ્લા પંચાયત સુધી ભાજપનો કબજો છે. જિલ્લાને ભાજપનો ગઢ બનાવવામા કનુભાઈ દેસાઈનો યોગદાનને મહત્વનું ગણવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...