તોડફોડ:દશેરાના ઝગડાની અદાવતમાં કકવાડી ડે. સરપંચના ઘરે તોડફોડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 ઈસમો ધસી આવી 30 હજારનું નુકસાન કરાયું હતું

વલસાડના કકવાડીમાં ડેપ્યુટી સરપંચમાં 8 ઇસમે ઘરમાં ઘૂસી જઇ રાચરચીલા સહિત ચીજવસ્તુઓની તોડફોડ કરી આતંક મચાવી દેતા ભારે ગામમાં ચકચાર જાગી હતી. વલસાડના કાંઠાના કકવાડી ગામે રહેતી નિમિષાબેન ઉમેશભાઇ ટંડેલના પતિ ઉમેશ ટંડેલ ગામના ડેપ્યુટી સરપંચ છે.તેઓ પરિવાર સાથે રહી મચ્છીમારીનો ધંધો કરે છે.

દરમિયાન 17 ઓક્ટોબરે તેમના પતિ ડેપ્યુટી સરપંચ ઉમેશ ટંડેલના મોબાઇલ ઉપર કોઇનો ફોન આવ્યો હતો તેના પર વાત કરી પત્ની નિમિષાને જણાવ્યું હતું કે,દશેરાના દિને માટલી વિસર્જન વખતે તેમના ફળિયાના આકાશ અને ધરાસણાના ચેતન વચ્ચે ઝઘડો થતાં ડે.સરપંચ ઉમેશ વચ્ચે પડી આકાશને છોડાવતા તેમણે અદાવત રાખી હતી અને તેઓ બધા ઘરે આવે છે તેમ કહ્યુું હતું.ડે.સરપંચે પત્નીને દીકરી સાથે લઇ જઇ પડોશીના ઘરે ચાલી જવા જણાવ્યું હતું.બાદમાં ડે.સરપંચ ગંગારામ ટંડેલના ઘરે જતા રહ્યા હતા.

દરમિયાન રાત્રિના પોણા અગિયાર વાગ્યાના સુમારે 8 થી 10 ઇસમોએ સાથે આવી ચેતને ગાળો આપી ક્યાં છે,બહાર નિકળ તેને પતાવી દેવાનો છે તેવી ધાક ધમકી આપી ઘરમાં તોડફોડ મચાવી હતી.જેમાં ટીવી શો કેશ,બારી બારણાના કાચ,સિમન્ટના પતરાં સહિત ઘરમાં તોડફોડ કરી રૂ.30 હજારનું નુકસાન કર્યું હતું આ મામલે ડે.સરપંચના પત્ની નિમિષાએ ડુંગરી પોલીસમાં આ ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ધરાસણા-છરવાડાના આ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ
આ ઇસમોમાં ચેતન ધીરૂભાઇ પટેલ,રહે.કંચન ફ.ધરાસણા,શંભુ ઉર્ફ જયેશ પટેલ,ભાઠલ ફળિયા, ધરાસણા,લય ચંદુભાઇ પટેલ,કંચન ફ.ધરાસણા,સોમુ ઉર્ફ અક્ષિત પટેલ,છરવાડા,હિરેન મહેશભાઇ પટેલ,ધરાસણા,મહેશ ગણપતભાઇપટેલ,ધરાસણા,મુકેશ રતિલાલ ટંડેલ,નાનીદાંતી,નિરવ ઠાકોરભાઇ પટેલ,કંચન ફળિયા,ધરાસણાના તથા અન્ય બે ઇસમો મોટરસાઇકલ લઇને ભાગી છુટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...