તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વલસાડ જિલ્લામાં માછી સમાજના 15 હજાર શીપમેનની રસીના અભાવે નોકરી જોખમમાં

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસથી વેક્સિન નથી, ધારાસભ્યે ડેપ્યુટી CM સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
  • વેક્સિન અછતનો મામલો ગાંધીનગર પહોંચ્યો, જથ્થો મોકલવા દાદ માગી

વલસાડ જિલ્લામાં લોકોને છેલ્લા 3 દિવસથી વેક્સિનથી વંચિત રહેવાની નોબત આવી છે. વેક્સિનનો જથ્થો સરકાર દ્વારા ઉપલબ્ધ ન થતાં વેક્સિનેશનની કામગીરી ખોરંભે પડતાં લોકોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.આ સાથે કાંઠા વિસ્તારના માછી સમાજના 15 હજાર જેટલા યુવાનો જહાજના કર્મચારીઓ છે જેમને રસી ફરજિયાત કરાતા વેક્સિનના અભાવે તેમની નોકરી જોખમમાં મૂકાઇ છે.આ તમામ મુદ્દે વલસાડ ધારાસભ્યએ ડેપ્યુટી સીએમને પત્ર પાઠવી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો મોકલવા દાદ માગી છે.

વોક ઇન વેક્સિનેશનની સરકારની ઝુંબેશ સાથે ધારાસભ્ય,પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગે પણ જાગૃતિ અવેરનેસના અભિયાનના પગલે રસી મૂકાવવા માટે હવે લોકો અધીરા બન્યા છે.18 પ્લસ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન સાથે હવે તમામ વર્ગના લોકોને સ્પોટ રજિસ્ટ્રેશનથી વેક્સિન મૂકવા માટે સરકારે નિર્ણય લેતાં રસી કેન્દ્રો ઉપર વેક્સિન મુકાવવાની માગ વધી ગઇ છે.પરંતું હવે સરકાર પાસે જ જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને સમગ્ર રાજ્યમાં વેક્સિન પૂરી પાડવાના પડકાર વચ્ચે જથ્થો ખૂટી રહ્યો છે.જેની સીધી અસર વલસાડ જિલ્લાને પડી રહી છે.

મમતા દિવસે રસીકેન્દ્રો બંધ રહેતા છેલ્લા 3 દિવસથી જિલ્લાના 6 તાલુકામાં વેક્સિનેશન કરાવવા ઇચ્છુક લોકોને નિરાશા સાંપડી રહી છે.શુક્રવારે પણ વેક્સિનેશન કેન્દ્રોમાં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતાં કેન્દ્રોને બંધ રાખ‌વાની આરોગ્ય વિભાગને ફરજ પડી હતી.આ વચ્ચે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે ડે.સીએમ નિતીનભાઇ પટેલને પત્ર પાઠવી વેક્સિનનો પુરતો જથ્થો વલસાડ મોકલવા દાદ માગી છે.

ધારાસભ્ય સાયકલ ઉપર જાગૃતિ અભિયાન ચલાવશે
વલસાડ જિલ્લામાં રસીનો પૂરતો વેક્સિનનો જથ્થો મેળવવા ગાંધીનગરમાં રજૂઆત સાથે ધારાસભ્ય ભરતભાઇએ વધુમાંં વધુ જથ્થો મોકલવા માગ કરી છે.ગામડામાં હજી લોકો રસી મૂકાવતા નથી તે માટે ધારાસભ્યએ ટૂંક સમયમાં વલસાડના ગામોમાં સાઇકલ ઉપર જાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કાંઠાના 16 ગામના યુવાનો શીપમાં જઇ શક્યા નથી
વલસાડ,પારડી,વાપી,ધરમપુર,કપરાડા અને ઉમરગામ તાલુકાના અનેક લોકો વેક્સિન મૂકાવી શક્યા નથી,તેમાં જિલ્લાના કાંઠાના 16 ગામના જહાજમાં નોકરી કરતા શીપમેન નોકરી જઇ શક્યા નથી.શીપમાં જવા માટે વેક્સિન ફરજિયાત હોવાથી તેમને રસી ન મળે તો નોકરી જોખમમાં મૂકાશે.જેની ડે.સીએમ નીતિનભાઇ પટેલને રજૂઆત કરી છે.> ભરતભાઇ પટેલ,ધારાસભ્ય,વલસાડ

અન્ય સમાચારો પણ છે...