નવી પહેલ:જિલ્લામાં સમસ્યા હલ કરવા જન-મન અભિયાન

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સ અપ,ટ્વિટરથી ફરિયાદ કરો,24 કલાકમાં ઉત્તર

મુખ્યમંત્રીના દ્વારા વહીવટના કોલને સાર્થક કરવા માટે વલસાડ કલેક્ટર આર.આર.રાવલે નવી પહેલ કરી છે. તંત્ર દ્વારા લોકોની સમસ્યાના નિરાકરણ માટે જનમન અભિયાનનો પ્રયાસ કર્યો છે.1 સપ્ટેમ્બરથી પ્રજાના પ્રશ્નો વોટ્સ અપ અને ટ્વિટર ઉપર મોકલવા માટે કલેકટર કચેરીમાં જન-મન અભિયાન હેઠળ સુવિધા ઉભી કરી છે.જેનો 24 કલાકમાં તંત્ર દ્વારા વોટ્સ અપ,ટ્વિટર એપ્લિકેશન દ્વારા ઉત્તર મોકલવામાં આવશે.

લોકપ્રશ્નો અને ફરિયાદોના તાત્કાલિક અને હકારાત્મક ઉકેલની વ્યવસ્થાના ભાગરૂપે કલેક્ટર રાવલે લોકહિત માટે સુરક્ષિત વ્યવસ્થારૂપે જન-મન અભિયાન યોજના શરૂઆત કરી છે. જેનો ઉદ્દેશ જિલ્લાના લોકોની યાતનાના નિવારણ માટે એક સુદઢ પ્લેટફોર્મ મળી રહે તેવું છે.કલેક્‍ટર દ્વારા લોકમાનસ સુધી પહોંચવાના પ્રયાસોના ભાગરૂપે 1 સપ્ટેમ્બરથી અભિયાનનો પ્રારંભ થઇ રહ્ય છે.

આ રીતે ફરિયાદ કે રજૂઆત કરી શકાશે
ટવીટર, વોટસઅપ, ગ્રિવન્‍સફોર્મ દ્વારા અરજદારો આ મુજબ અરજી કરી શકશે. જન-મન અભિયાન ટવીટર @Jvalsad તથા વોટસઅપ નંબર 9016288845 (ફકત ટેક્ષ મેસેજ દ્વારા નાગરિકો ફરિયાદ કરી શકશે), જ્યારે ગ્રીવન્સ ફોર્મ https://collectorvalsad.gujarat.gov.in/jan-man-abhiyan વેબ લીંક ઉપરથી ફરિયાદ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...