તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયતની ચૂંટણી:ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ ફાઈનલ થતાં 3 દિવસ લાગશે

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • જિ.પં.ની 38- 6 તા.પં.ની 158 બેઠક માટે આજથી ધમાસણ
  • ઉમેદવારી પત્રો ભરવા માટે માત્ર 6 દિવસની અવધિ રહેશે

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરી, સોમવારથી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી આયોગના જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી મુદ્દત 13 ફેબ્રઆરી સુધી રહેશે. જો કે હજી ભાજપ અને કોગ્રેસના ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય લેવાયા બાદ તબક્કાવાર ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ઓછામા ઓછા 3થી વધુ દિવસ નિકળી જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠક અને વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ અને કપરાડા મળી 6 તાલુકા પંચાયતોના 158 બેઠકોની ચૂંટણી માટે 23 ફેબ્રુઆરી 2021ના રોજ ઇલેકશન કમિશને કાર્યક્રમ જાહેર કર્યો હતો.​​​​​​​ ભાજપે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત અગાઉથી જ ગામડે ગામડે સરપંચો સાથે બેઠકોનો દૌર પૂર્ણ કરી દીધો હતો. જ્યારે કોંગ્રેસે ગ્રામ્ય સ્તરે તાલુકા અને પંચાયત સ્તરે આગેવાનો સરપંચો સાથે પરામર્શ કર્યો હતો.

બન્ને પક્ષોએ તૈયારી કરી લીધા બાદ જાહેરનામુ બહાર પડ્યુ ત્યાં સુધીમાં ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, માજી સભ્યો, સંગઠનના નીચેથી ઉપલા સ્તર સુધીના હોદ્દેદારો આ કામે લાગ્યા હતા. જો કે પ્રથમ દિવસે ફોર્મ ભરાશે કે કેમ તે જોવું રહ્યું કારણ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટ ફાયનલ કરવા માટે હજી 3થી વધુ દિવસ નિકળી જશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મતદારોની સ્થિતિ

વિધાનસભા મતવિસ્તારોમાં કુલ મતદારો

વિધાનસભાપુરૂષસ્ત્રીઅન્યકુલ મતદારો
178-ધરમપુર1,21,4651,20,76752,42,237
179-વલસાડ1,30,7071,26,78322,57,492
180-પારડી1,28,6831,14,80322,43,488
181-કપરાડા1,26,8531,23,22512,50,079
182-ઉમરગામ1,42,2591,24,66362,66,928
કુલ6,49,9676,10,2411612,60,224

7146 દિવ્યાંગ મતદારો
ધરમપુર વિધાનસભા મતવિસ્તારમાં 3000 , વલસાડમાં 1285, પારડીમાં 1182, કપરાડામાં 595, ઉમરગામ વિધાનસભા મતક્ષેત્રમાં 1084 મળી જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 7146 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.

નવા કેટલા મતદારો નોંધાયા

વિધાનસભાપુરૂષસ્ત્રીઅન્યકુલ મતદારો
178-ધરમપુર3122280355930
179-વલસાડ1787184023629
180-પારડી3259286226123
181-કપરાડા2328200504333
182-ઉમરગામ4159384168006
કુલ14,65513,3511528,021

​​​​​​​

વર્ષ 2015ની ચૂંટણી કરતા 2021માં 4.03 લાખ મતદારો વધ્યા
​​​​​​​જિલ્લા - તાલુકા પંચાયતોની ગત 2015ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 8,56,869 મતદારો હતા.આ વખતે વર્ષ 2021ની જિ.તા.પંચાયતોની ચૂંટણી માટે નવી મતદાર નોંધણી સુધારણા કાર્યક્રમના અંતે કુલ 12,60,244 મતદાર નોંધાયા છે.જેના કારણે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં 4,03,355 વધુ નવા મતદારો નોંધાયા છે.

ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ : 16 ફેબ્રુ.

ચૂંટણીની જાહેરાત

23 જાન્યુઆરી 2021

જાહેરનામુ પ્રસિધ્ધ08 ફેબ્રુઆરી 2021

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

13 ફેબ્રુઆરી 2021

ઉમેદવારી પત્રોની ચકાસણી

15 ફેબ્રુઆરી 2021

ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ

16 ફેબ્રુઆરી 2021
મતદાનની તારીખ28 ફેબ્રુઆરી 2021

પનુ:મતદાન જરૂરી હોય તો તે તારીખ

01 માર્ચ 2021

મતગણતરીની તારીખ

02 માર્ચ 2021

​​​​​​​ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પર નજર
જિ. ભા. સંકલન સમિતિ દ્વારા 3-3 નામની પેનલ સાથેની રજૂ કરાયેલી યાદી પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાવી દેવાયા છે. બુધવાર સુધી ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ચાલશે અને ત્યારબાદ યાદીઓ જાહેર કરાશે.

પ્રદેશ કોંગ્રેસ હાઇકમાન્ડ પર દાવેદોરની નજર
જિલ્લા પંચાયત​​​​​​​ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે દાવેદારોમાં કોઇ ખેંચતાણ કે વિખવાદ સપાટી પર નથી. કોંગ્રેસ પ્રદેશ હાઇકમાન્ડને જિ.-તા.ના ઉમેદવારોની પેનલના નામો પણ રવાના થઇ ગયા છે. વિચારણા કર્યા બાદ નામો જાહેર કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો