મનમોહિત રંગોળી:વલસાડના કલાકારે કલાત્મક રંગોળી કંડારી, રંગોળી બનાવતા 1 અઠવાડિયાનો સમય લાગ્યો

વલસાડએક મહિનો પહેલા
  • રંગોળીકાર અનંત વાઘવંતકર દર વર્ષે કલાત્મક રંગોળી બનાવે છે
  • રંગોળી જોવા વડોદરાથી મુંબઈ સુધીના લોકો આવતા હોય છે

વલસાડ શહેર નજીક હનુમાન ભાગડા ખાતે રહેતા રંગોળીકાર અનંત વાઘવંતકર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તેમના ઘરે કલાત્મક રંગોળી કંડારી છે. અનંત વાઘવંતકર દ્વારા છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી વલસાડના લોકો માટે પોતાના ઘરની બહાર રંગોળી કંડારી લોકોને આકર્ષિત કરતા હોય છે. ચાલુ વર્ષે અજન્ટાના ઇલોરામાં કંડારેલી એક સુંદર કલાત્મક મૂર્તિમાંથી શ્રુગર કરતી મહિલાની મૂર્તિની આબેહૂપ રંગોળી બનાવી હતી. કલાત્મક મૂર્તિના શેડ બનાવવા કલાકોની મહેનત બાદ સામાન્ય કલરમાંથી અદભુત રંગોળી તૈયાર કરી હતી.

અનંત વાઘવંતકરની રંગોળી વડોદરાથી મુંબઈ સુધી પ્રખ્યાત
વલસાડ શહેર નજીક આવેલા હનુમાન ભાગડા ખાતે રહેતા રંગોળીકાર અનંત વાઘવંતકરની રંગોળી વડોદરાથી મુંબઈ સુધી પ્રખ્યાત છે. છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી કલાત્મક રંગોળી બનાવતા આવ્યા છે. સમયને અનુરૂપ દર વર્ષે અનંત વાઘવંતકર દ્વારા કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવે છે. 3 વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાબુદાણા અને કારોટીના કલર વડે કલાત્મક આબેહૂપ રંગોળી બનાવી હતી. તે પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની રંગોળી પ્રતિબિંબ રૂપમાં રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

પાણી ઉપર તરતી રંગોળી પણ કલાકાર બનાવે છે
પાણી ઉપર તરતી રંગોળી અને પાણીની અંદર રંગોળી પણ અનંત વાઘવંતકર દ્વારા બનાવવામાં આવી હતી. ચાલુ વર્ષે રંગોળીકારે અજન્ટાના ઇલોરમાં શ્રુગર રૂપમાં કંડારેલી મૂર્તિના ફોટા ઉપરથી કલાત્મક ભવ્ય રંગોળી તૈયાર કરી છે. સાથે મહાભારતના યુદ્ધનું પણ એક અદભુત ચિત્ર ઉપરથી વધુએક રંગોળી બનાવવામાં આવી છે. સામાન્ય કલર અને કરોટીનો ઉપયોગ કરીને કલાત્મક રંગોળી બનાવી લોકોના દિલ જીતી લેતા હોય છે. દરવર્ષે ભવ્ય અને કલાત્મક રંગોળી નિહાળવા માટે વડોદરાથી મુંબઈ સુધીના લોકો રંગોળી નિહાળવા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...