લાયસન્સ રિન્યુની કામગીરી:વલસાડ જિલ્લાના કારખાના ધારકોએ 31 ઓક્ટોબર સુધીમાં લાયસન્સ રિન્યુ કરાવવું ફરજિયાત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કારખાના ધારકોએ 31 ઓક્ટોબર પહેલા લાયસન્સ રિન્યુલ કરાવી લેવું ફરજિયાત છે. 31 ઓક્ટોબર બાદ લાયસન્સ ફી ઉપર 25%નો વધારો કરવામાં આવશે. નવેમ્બર માસમાં વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. જેમાં કોઇ પણ કારખાના ધારકો લાયસન્સ વગર પકડાશે તો નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. કારખાના ધારકો રકમ સાથે 10 વર્ષની લાયસન્સ ફી ભરીને 10 વર્ષ માટે કારખાનાનું લાયસન્સ રિન્યુઅલ કરી શકશે.
ઓનલાઈન વેબસાઈટ પરથી ફોર્મ ભરવું
વલસાડ અને ડાંગ જિલ્લામાં કારખાનાધારા 1948 હેઠળ નોંધાયેલા કારખાના માટે વર્ષ-2023 માટે લાયસન્સ રીન્યુઅલ અરજી ifp.gujarat.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ નં.3 ભરી અને જરૂરી ફી ઇ-પેમેન્ટ કરી તેનું ચલણ પ્રિન્ટ કાઢી ફોર્મ નં.3ના બે નકલમાં કબજેદારના સહિ-સિક્કા સહિત નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વલસાડની કચેરીમાં ઓનલાઇન રીન્યુઅલ અરજી તથા ઇ-પેમેન્ટ કર્યાના દિન-7માં પહોંચતી કરવી.
10 વર્ષ માટે પણ લાયસન્સ રીન્યુઅલની અરજી કરી શકાશે
તા.31/10/2022 પછીની રીન્યુઅલ અરજી પર 25% વધારાની ફી ભરવાની થશે તેની નોંધ લેવા જણાવાયું છે. વધુમાં એકી સાથે 10 વર્ષ માટે પણ લાયસન્સ રીન્યુઅલની અરજી કરી શકાશે. કારખાના ધારા હેઠળની ફી ઇ-પેમેન્ટ વાળું ચલણ રજુ કરવાની બાબતની નોંધ લેવા વિનંતી છે. કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર કારખાનું ચાલું જણાશે તો કારખાનાધારા-1948 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે. તા. 31/10/2022ના રોજ જાહેર રજા હોવા છતાં ઓફિસ 10:30 થી 18.10 સુધી ખુલ્લી રખાશે. ઉપર્યુક્ત દર્શાવેલ જરૂરી વિગતો બિડાણો સહિતની સંપુર્ણ અરજી રૂબરુમાં સ્વીકારવામાં આવશે એવુ વલસાડ નવી બહુમાળી બિલ્ડિંગના એ બ્લોકમાં પાંચમા માળે કાર્યરત નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીએથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...