IT વિભાગની કાર્યવાહી:વલસાડના વાપી, સેલવાસ અને મુંબઈ સહિતના વિસ્તારની 20 કંપનીઓમાં IT વિભાગે દરોડો પાડી 100 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓમાં તપાસ દરમિયાન હિસાબ વગરની રોકડ અને સંપતિમાં રોકાણ બહાર આવ્યું હતું

વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, સેલવાસ અને મુંબઈમાં આવેલી કેમિકલ બનાવતી કંપની અને રિયલ એસ્ટેટમાં કામ કરતી કંપનીઓ ઉપર 18 નવેમ્બરના રોજ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 20થી વધુ કંપનીઓમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 100 કરોડથી વધુની હિસાબ વગરની સંપત્તિ અને રોકડા રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હોવાનું CBDT વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

દિવાળી બાદ દક્ષિણ ગુજરાતમાં કેમિકલ કંપની અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં બેનામી સંપત્તિ હોવાની વિગત મળતા વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી હેમાની ડાયકેમ, અપૂર્વ કેમિકલ અને ભારત ડાય નામની કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વાપી, સેલવાસ, સરીગામ અને મુંબઈ ખાતે આવેલી 20 કંપનીઓમાં એકસાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 100 કરોડથી વધારે હિસાબ વગરની સંપત્તિ મળી આવી હતી. CBDTએ વધુમાં જણાવ્યું હતું કે આ કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં અન્ય જગ્યાએ સંપતિઓમાં રોકાણ સહિતના દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા.

તમામ દસ્તાવેજી પુરાવાઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, સેલવાસ અને મુંબઈમાં આવેલી કેમિકલ કંપનીઓ સહિત અન્ય વિસ્તારોમાં રિયલ એસ્ટેટમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...