કાર્યવાહી:ગુંદલાવની કંપનીમાંથી રેક્ઝિન ચોરી જતો ઇસમ પકડાયો

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકસવાર ખેરગામના ઇસમને અટકાવી ઝડપી લેતા ભાંડો ફુટ્યો

વલસાડની ગુંદલાવ જૂની જીઆઇડીસીમાં રેક્ઝિન બનાવતી કંપનીની દિવાલ કૂદીને રૂ.88 હજારની કિંમતના રેક્ઝિનના 10 રોલ ચોરીને બાઇક પર લઇ જતો ખેરગામનો એક શંકાસ્પદ ઇસમ રૂરલ પોલીસની સતર્કતાના પગલે નાઇટ પેટ્રોલિંગમાં ઝડપાઇ ગયો હતો.પોલીસે રોકીને ઝડતી લેતા ભાંડો ફુટ્યો હતો. વલસાડ નજીક ગુંદલાવમાં રેક્ઝિન ઉત્પાદન કરતી લોટસ ઇન્ડસ્ટ્રિઝ નામની એક કંપનીના મેનેજર ઓસ્ટિન જોસેફ પમપીલ,રહે.ઠાકોરજી નગર,વલસાડના સવારે નોકરીએ ગયા બાદ સાંજે ઘરે પરત આવ્યા હતા.

દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરવા પસાર થઇ રહી હતી ત્યારે મળસ્કે 3 વાગ્યાના સુમારે ખેરગામ ઝંડાચોક ખાતે રહેતો મિલન નિતીનભા પટેલનામનો ઇસમ શંકાસ્પદ હાલતમાં બાઇક ઉપર વજનદાર સામાન લઇને પસાર થતો જોવા મળતાં તેને રોકી પૂછપરછ કરી હતી.જેમાં ચેક કરતા રેકિઝનના 10 રોલ,340 મીટરનો જથ્થો માલુમ પડ્યો હતો અને તેે કયાંથી લાવ્યો તેવો પ્રશ્ન કડકાઇથી પૂછતાં આ ઇસમ ભાંગી પડી લોટસ ઇન્ડસ્ટ્રિઝની દિવાલ કૂદીને ચોરીને લાવ્યો હોવાની કબુલાત કરી હતી.

પોલીસે કંપનીના મેનેજર ઓસ્ટિનને પોલીસે ફોન કરી બોલાવતા મેનેજરે તાત્કાલિક કંપનીમાં પોલીસ સાથે પહોંચી રેક્ઝિનના માલનો સ્ટોક ચેક કરતા 10 રોલ ઓછાં જણાયા હતા.જેને લઇ આ રેક્ઝિનના માલની ચોરીનો ભાંડો ફુટી ગયો હતો.પોલીસે મિલન પટેલની ધરપકડ કરી મેનેજરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...