આરોપીની ધરપકડ:ખાનવેલમાં ગલ્લાની આડમાં ગાંજો વેચતો ઇસમ ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 260 ગ્રામ ગાંજો મળી આવતા કબજે કરી ધરપકડ કરાઇ

ખાનવેલ પોલીસને બાતમી મળી હતી કે સુરંગી ગામે પાનનો ગલ્લો ચલાવતો ઈસમ ગાંજો વેચતો છે. પોલીસે બાતમી આધારે સ્થળ પર જઇ રેડ પાડતા આરોપી પાનનો ગલ્લો ચલાવનાર ઇસમ પાસેથી 620 ગ્રામ ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ખાનવેલ પોલીસને ગુપ્ત રાહે બાતમી માહિતી જેના અનુસાર પીઆઇ હરેશ રાઠોડ અને એમની ટીમે સુરંગી ગામે રેડ પાડી હતી. આરોપી પીર મહમદ મન્સૂરી જે મુશલીમપાડા સુરંગી ખાતે પાનનો ગલ્લો ચલાવે છે અને ગામમાં ફરી છૂટક ગાંજો વેચતો હોય તેની ધરપકડ કરવામાં આવી હતી. એની પાસેથી 620 ગ્રામ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...