વલસાડ SOGની કાર્યવાહી:આંતરરાજ્ય ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રારની સોંપુ ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે ઝડપાયો

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારી દરમિયાન વર્ચ્યુઅલ અભ્યાસ સાથે વર્ચ્યુઅલ ગેગ ઓપરેટ કરતા હતા

વલસાડ SOGએ બિશનોઈ અને લોરેન્સ બ્રારની ગેંગના શાર્પશુટરને પિસ્તોલ અને 5 જીવતા કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યો છે. શાર્પશુટર પુનાથી રાજસ્થાન જતી વેળાએ ઝડપાયો હતો. દેશ-વિદેશથી વર્ચ્યુયલ કોલિંગના મારફતે ચાલતી ગેંગનો શાતીર શાર્પ શૂટર હતો.

વલસાડ SOGની ટીમે ઝડપેલાં આરોપીનું નામ અભિષેક ઉર્ફે સોનુ કોળી છે. જે મૂળ પુનાનો રહેવાસી છે. આરોપીની પુછપરછ પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ આરોપી લોરેન્સ બિશનોઈ ગેંગ જે સોંપૂ ગેંગ તરીકે કુખ્યાત છે. તેનો શૂટર હોવાનું જાણવા મળ્યું હતું.

રાજસ્થાન ,મધ્યપ્રદેશ અને હરિયાણા, દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાં ખંડણી અને ફાયરિંગ કરવાના બનાવો અને મોટા ભાગના ક્રાઇમ કરતી હોય છે. આ ગેંગના મોટા માથા લોરેન્સ બિશનોઈ ,ગોલડી બ્રાર, કાલા રાણા ઉર્ફે વીરેન્દ્ર પ્રતાપ આ ત્રણે ભેગા મળી ગેંગ મોટી બનાવી છે અને ઝડપાયેલો આરોપી તેઓ માટે કામ કરતો હતો. હાલમાં લોરેન્સ બિશનોઈ તિહાડ જેલમાં છે. કાળા રાણા થાઈલેન્ડથી ઝડપાયો છે અને ગોલ્ડી બ્રાર કેનેડામાં રહી પોતાનું નેટવર્ક ચલાવે છે.આ તમામ આરોપીઓ વર્ચ્યુયલ કોલિંગ મારફતે ખંડણી મેળવવા ફાયરિંગ કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે અને આ ગેંગ એ ઝડપાયેલા આરોપી અભિષેક નો 4 ગુના માં ઉપયોગ કરેલો છે.

આ આરોપી જુવેનાઇલ હતો ત્યાંથી જ બિશનોઈ ગેંગ સાથે જોડાયો હતો આ આરોપીએ રાજસ્થાનમાં ભાજપના નેતા પાસે ખંડણી માંગવી અને અન્ય લોકો પાસે ખંડણી માગી ફાયરિંગ કરી પૈસા મળે એ હેતુ કમિશન પર કામ કરે છે. હાલમાં જ પુનામાં રાયોટિંગ અને હત્યાનો પ્રયાસ ગોળી મારી કર્યો હતો અને રાજસ્થાનમાં બીજેપી નેતા પાસે 1 કરોડ ની ખંડણી સાથે અન્ય 2 ગુના માં વોન્ટેડ આરોપી ની ધરપકડ કરાઈ છે.પુના ખાતેથી ગુનાને અંજામ આપી રાજસ્થાન ભાગી રહેલા આરોપીને બાતમી આધારે વાપી GIDC વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. દેશની જેલમાં બંધ આરોપી અને વિદેશમાં રહી કુખ્યાત આરોપીઓ આ ગેંગ ઓપરેટ કરી રહ્યા છે આ ગેંગ ના શાર્પ શૂટર ને ઝડપવા માં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

રાજસ્થાનના ભાજપી નેતા પાસે 1 કરોડની ખંડણીમાં પકડાયેલો આરોપી વોન્ટેડ હતો
વાપી એસઓજીએ પકડેલો આરોપી સામે ભૂતકાળમાં રાજસ્થાનના રાયસિંગનગરમાં રહેતા ફાયનાન્સર રાકેશ ખટીક ઉર્ફે લાલાના ધરે ફાયરિંગ કરીને 1 કરોડ રૂપિયાની ખંડણી વસુલી હતી. ત્યારબાદ ગંગાનગરમાં પણ વેપારી પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. હનુમાન ગઢમાં પણ કાપડના વેપારી પાસે 2 કરોડની ખંડણી માગી હતી. જ્યારે આ વર્ષે ભાજપના નેતા અને ઉદ્યોગપતિ પાસે 50 લાખ રૂપિયાની ખંડણી કેસમાં આરોપી અભિષેક કોળી વોન્ટેડ હતો.

મુખ્ય સૂત્રધાર 15 ટકા કમિશન આપતા
ચાર રાજ્યમાં ખંડણીખોરીમાં કુખ્યાત આ ગેંગના સૂત્રધાર હાલ એક જેલમાં છે તો બીજો વિદેશમાં વસી ગયો છે. જોકે, આમ છતાં તેઓ નેટવર્ક ચલાવી રહ્યા છે. પકડાયેલા આરોપી સહિત અન્ય સાગરિતોને ખંડણીના 15 ટકા કમિશન પેટે ચુકવાતા હતા.

વરર્ચ્યુલ કોલ કરીને ખંડણી માગતા
લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બ્રાર અને વિરેન્દ્ર રાણા ઉર્ફે કાલા તેમના સાગરિતોને ઉદ્યોગપતિ, ફાયનાન્સર અને વેપારીઓને વરર્ચ્યુલ કોલ કરીને ખંડણી માગતા હતા. જો ખંડણી આપવાની ના પાડે તો ફાયરિંગ કરીને ધમકાવતા હતા. પકડાયેલો આરોપી આયોજન મુજબ વેપારી કે ઉદ્યોગપતિની રેકી કરતો હતો. બાઇક ઉપર આવી ફાયરિંગ કરીને ભાગી જતા હતા.

અન્ય સમાચારો પણ છે...