તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય કાયદો બનાવવા માંગ:વલસાડમાં બનેલી લવ જેહાદની ઘટનાને લઇ દેશમાં કડક કાયદો બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની માંગ

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં કડક કાયદો છે તે જ રીતે દેશમાં કડક કાયદો બનાવવા માંગ
  • આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત રાજ્યમાં લવ જેહાદના મુદ્દે કડક કાયદો બન્યા બાદ વલસાડ જિલ્લામાં લવ જેહાદની બનેલી ઘટનાને લઈને તેમજ પંજાબમાં હિન્દૂ યુવતીને વિધર્મી યુવકો દ્વારા પ્રેમ જાળમાં ફસાવી મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવતીઓ પાસે ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ઘટનાને લઇ દેશમાં કડક કાયદો બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં લવ જેહાદનો કકડ કાયદો ન હોવાથી વિધર્મી યુવકો દ્વારા હિન્દૂ નામ ધારણ કરીને હિન્દૂ યુવતીઓને પ્રેમ જળમાં ફસાવી મંદિરમાં લગ્ન કરી લીધા બાદ યુવતીઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરાવવામાં આવે છે. જો યુવતી ધર્મ પરિવર્તન ન કરેતો તેની હત્યા સુધીનું કાવતરું ઘડી કાઢવામાં આવતું હોવાની ઘટનાઓ સામે આવી હતી.

આવી ઘટનાઓને લઇને વલસાડ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને સંસદમાં લવ જેહાદના મામલે કકડ કાયદો બનાવી દેશમાં કાયદાનું અમલીકરણ કરાવવા માંગ કરી છે. જો આમ ન કરવામાં આવશે તો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદે રાષ્ટ્રીય વ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...