બદલીના ઓર્ડર:વલસાડ SPએ બદલીનો ગંજીપો ચીપ્યો, 5 PI અને 7 PSIની આંતરિક બદલી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સાથે 11 પોલીસ ઓફિસરની બદલી થતા પોલીસ બેડામાં ભારે ચર્ચા

વલસાડના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જિલ્લાના 5 PI અને 7 PSIની આંતરિક બદલી કરી હતી. જેને લઈ પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ જિલ્લાના અગ્રણીઓમાં ભારે ચર્ચા જાગી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો હોવાથી રાજકારણીઓમાં પણ ભારે ચર્ચા જાગી છે.

વલસાડ જિલ્લાના 5 PIની આંતરિક બદલીમાં ડુંગરા પોલીસ મથકે ફરજ બજાવતા પી.આઇ ડી એમ ઢોલની બદલી વલસાડ સીટી પોલીસ મથકે, જ્યારે વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવતા વી ડી મોરીની બદલી ડુંગરા પોલીસ મથક કરવામાં આવી છે. વલસાડ LCBમાં ફરજ બજાવતા આર કે રાઠવાની બદલી ઉમરગામ પોલીસ મથકે કરવામાં આવી છે. જ્યારે ઉમરગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા એમ એમ બુબડીયાને વલસાડ CPI તરીકે બદલી આપવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ CPI તરીકે ફરજ બજાવતા એમ આર ગામીતને ધરમપુર CPIની ખાલી પડેલી જગ્યામાં બદલી કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના 7 PSIની આંતરિક બદલીમાં રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ આર બી વનારને ઉમરગામ પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. પારડી પોલીસ મથકના પી.એસ.આઇ આર જી મહેતાને મરીન પોલીસમાં બદલી કરી છે. પારડી પોલીસ મથકના પી એસ આઈ કે એ બેરિયાને વલસાડ એલ.સી.બીમાં બદલી આપવામાં આવી છે. લિવ રિઝવમાં વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવતા અમીરાજસિંહ રાણાની બદલી વલસાડ રૂરલ પોલીસ મથકે કરવામાં આવી છે. લિવ રિઝવમાં ફરજ બજાવતા જે એન સોલંકીને પારડી પોલીસ મથકે બદલી આપવામાં આવી છે. તેમજ વલસાડ સીટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ એસ કે વસાવાની બદલી સાઇબર ક્રાઇમમાં કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમના મહિલા પી.એસ.આઇ કે પી વણકરની મહિલા પોલીસ મથકના પીએસઆઈ તરીકે બદલી આપવામાં આવી છે.

વલસાડ SP ડો.રાજદીપસિંહ ઝાલાએ જિલ્લાના 5 PI અને 7 PSIની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ જિલ્લાના અગ્રણીઓમાં ભારે ચર્ચા જાગી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો હોવાથી રાજકારણીઓમાં પણ ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...