તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વલસાડ શહેરમાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા આદિવાસી મોર્ચાએ માગ કરી

વલસાડ આદિવાસી ભવન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માગ કરી છે. વલસાડ જિલ્લામાં બહુમતિ આદિજાતિની વસતી છે અને જિલ્લામાં સંકલિત આદિજાતિ વિકાસ યોજનાનો અમલ થઇ રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વલસાડ જિલ્લા આદિવાસી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું,જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયું હતું.જેને ધ્યાને લઇ જિલ્લા ભાજપ આદિવાસી મોર્ચાના કોષાધ્યક્ષ પ્રવિણ પટેલે વલસાડના આદિવાસી ભવનના પરિસરમા ભગવાન બિરસા મુંડાની પૂર્ણકદની પ્રતિમા મૂકવામાં આવે તો વલસાડ જિલ્લા આદિવાસી ભવન કચેરી દ્વારા પ્રતિમાની જાળવણી અને નિભાવણી સારી રીતે થઇ શકે તેમ હોવાની રાજ્યના ચીફ સેક્રેટરીને ઉદ્દેશી કલેકટરને લેખિત રજૂઆત કરી છે.જેની નકલ પીએમ,રાજ્યપાલ, સીએમ,ડે.સીએમ,રાજ્યકક્ષાના આદિજાતિ મંંત્રી રમણભાઇ પાટકર અને આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાન રવાના કરી છે.

અન્ય સમાચારો પણ છે...