તપાસ:વલસાડ ડમ્પિંગ સાઇટ પર મળેલા કોન્ડોમના જથ્થામાં તપાસ શરૂ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની ટીમે સ્થળે પહોંચી કોન્ડોમ ચેક કર્યા

વલસાડ પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર સરકારી વિતરણના કોન્ડોમનો મોટો જથ્થો ફેંકવાની ઘટનામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. કોન્ડોમનો જથ્થો કોણે નિકાલ કર્યો તેની તપાસ થશે. વલસાડિ પાલિકાની ઔરંગા નદી કાંઠે ડમ્પિંગ સાઇટ પર મગળવારે મોટી સંખ્યામાં કોન્ડોમનો જથ્થો મળી આવતાં લોકોમાં ભારે ચકચાર જાગી હતી. કોન્ડોમ સરકારી હોવાનું જણાયું હતું.

આ મામલે નાગરિકોએ કલેકટરને ફરિયાદ કરી કોન્ડોમ વિતરણ કરવાના બદલે કચરામાં નિકાલ કોના દ્વારા કરાયો અને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું તે બાબતે તપાસની માગ કરાઇ હતી. વલસાડ પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર કોન્ડોમના મળેલા જથ્થા પ્રકરણમાં પાલિકાના ચીફઓફિસર કેશવભાઇ કોલડિયાએ પણ આ જથ્થો કોણે ફેંક્યો અને ક્યાંથી આવ્યો તેની કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યા બાદ આ મામલે છેવટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે.બુધવારે ટીમે સ્થળ પર પહોંચી કોન્ડોમના જથ્થા અંગે વધુ જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...