તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને લોન પર વેન્ટિલેટર ફા‌ળવી સારવારની પહેલ કરાઇ

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલેકટરની સિવિલ મારફત મફત વેન્ટિલેટર આપવા વ્યવસ્થા

જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર ઓછાં પડતાં દર્દીઓનું જીવન બચાવવા હવે સિવિલ હોસ્પિટલ મારફત લોન ઉપર વેન્ટિલેટર આપવા માટે કલેકટરે વ્યવસ્થા ગોઠવી છે. વેન્ટિલેટરની અછતના અભાવે પડતી હાલાકી નિવારવા કલેકટરે આ પહેલ કરી છે.આ જે હોસ્પિટલ સિવિલ પાસેથી વેન્ટિલેટર લેશે તેનો ચાર્જ પણ દર્દી પાસેથી લેવામાં નહિ આવે તેવી સૂચના અપાઇ છે.

હોસ્પિટલોએ સારવારની વિગતો રાખવી પડશે
હોસ્‍પિટલ તરફથી કયા દર્દી માટે વેન્‍ટિલેટર મંગાવવામાં આવે છે તે દર્દીની વિગત અને કયારે વેન્‍ટિલેટર ચાલુ કરવામાં આવેલ છે અને કયાં સુધી ચાલુ રાખ્યુ તેની વિગતો મોકલવાની રહેશે.

વેન્ટિલેટર લીધા બાદ ચેક કરાશે
વેન્‍ટિલેટર મેળવવા માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલના એનેસ્‍થેસિયા વિભાગના HODનો સંપર્ક કરવાનો રહેશે. ત્‍યારબાદ તબીબી અધિક્ષકની કચેરી તરફથી વેન્‍ટિલેટરની ફાળવણી જે તે હોસ્‍પિટલને કરવામાં આવશે. વધુમાં આકસ્‍મિક સંજોગોમાં સિવિલ હોસ્‍પિટલની ટીમ સિવિલમાંથી વેન્‍ટિલેટર ફાળવવામાં આવેલું હશે તેવી હોસ્‍પિટલની મુલાકાત કરી આ બાબતોની ખરાઈ પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...