કોરોના પોઝિટિવ નિકળતાં ચિંતા વધી:વલસાડમાં 2 યુવક અને 4 વૃધ્ધ કોરોના સંક્રમિત, એક્ટિવ કેસ 45

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોસંબા, જુજવા, ધમડાચી ગામમાં જ 3 કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં રસીકરણ માટે આરોગ્ય વિભાગના નવા સેશનો સાથે કોરોના કેસની પણ આગેકૂચ જારી રહી છે. ગુરૂવારે જિલ્લામાં માત્ર વલસાડ તાલુકામાં જ 6 દર્દી કોરોના પોઝિટિવ નિકળતાં ચિંતા વધી રહી છે. જો કે અન્ય બીજા તાલુકામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. વલસાડ તાલુકાના 3 ગામમા 3 દર્દી અને વલસાડમાં 3 દર્દી મળી કુલ 6 કેસ કોરોના સંક્રમણના સામે આવ્યા હતા.

છેલ્લા 1 માસથી કોરોનાએ ધીમા પગે ફરી પગપેસારો કર્યા બાદ પ્રથમ તબક્કે એકલદોકલ કેસ નિકળ્યા બાદ તાજેતરના બે ત્રણ દિવસ દરમિયાન વધુ કેસો સામે આવ્યા હતા. ગુરૂવારે જિલ્લામાં ધરમપુર, કપરાડા, પારડી, વાપી કે ઉમરગામ તાલુકામાં કોઇ કેસ નોંધાયો ન હતો, પરંતુ વલસાડ તાલુકામાં 6 જેટલા કોરોના દર્દીના કેસ મળી આવતાં ચિંતા વધી ગઇ હતી.

ચાલૂ માસ દરમિયાન એકે દિવસમાં વધુમાં વધુ 7 કેસ નિકળ્યા હતા. ત્યારબાદ ત્રણથી પાંચ કેસ મળ્યા હતા. વચ્ચેના દિવસોમાં શૂન્ય કેસ પણ હતા. જો કે ગુરૂવારે જિલ્લામાં માત્ર વલસાડ તાલુકામાં જ 6 કેસ મળી આવ્યા હતા. જેમાં વલસાડમાં 3 અને તાલુકામાં 3 કેસ નોંધાયા હતા. જૈ પૈકી 2 યુવાન અને 4 વૃધ્ધ સંક્રમિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...