કોરોના સંક્રમણ:વલસાડમાં 25 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત,એક્ટિવ કેસ 13

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં સૌથી વધુ વલસાડમાં 10 એક્ટિવ કેસ

વલસાડ જિલ્લામાં શુક્રવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાતા છેલ્લા 3 દિવસથી કેસ જારી રહ્યા છે.વલસાડ તાલુકાના હરિયા ગામે રહેતી એક 25 વર્ષીય મહિલા સંક્રમિત થઇ હતી.આ સાથે એકિટવ કેસની સંખ્યા કુલ 13 ઉપર પહોંચી છે.

વલસાડ જિલ્લામાં કોરોના લગભગ નિર્મૂળ થવાની દિશામાં આગળ ધપી રહ્યો હતો ત્યારે 31 મેના રોજ કોરોનાના બે કેસ સામે આવ્યા બાદ છેલ્લા 11 દિવસના ગાળા દરમિયાન પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે.શુક્રવારે પણ વલસાડના હરિયા ગામે રહેતી એક 25 વર્ષીય યુવા મહિલા સંક્રમિત થઇ હતી.

આ સાથે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી ગઇ છે.જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં 10 એક્ટિવ કેસો નોંધાયા છે.જ્યારે પારડીમાં 1 અને ઉમરગામ તાલુકામાં એક્ટિવ કેસ 2 રહ્યા છે.આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સરકારી ગાઇડલાઇન હજી અમલમાં હોવાથી નિયમોનું ચૂસ્ત પાલન કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...