ઉદ્યોગ સાહસિકતા તાલીમ:વલસાડમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટેલરિંગ મશીનની કૌશલ્ય આધારિત ઉદ્યોગ સાહસિકતા તાલીમની શરૂઆત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કૌશલ્ય આધારિત ઉદ્યોગસહસિકતા તાલીમનું આયોજન શહેરના સફલ ચેરીટેબલ ટ્રસ્ટના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જરમાં 50થી વધુ તાલીમઆર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટેલરિંગ મશીનની તાલીમ આપવામાં આવશે. આ ટ્રેનિંગ 3માસ સુધી તાલીમઆર્થીઓ તાલીમ મેળવશે.

ભારત સરકારના યુવા કાર્યક્ર્મ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત વલસાડના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કૌશલ્ય આધારિત ઉદ્યોગસહસિકતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફલ ચેરીટેબલ ટ્રસ્ટના સેન્ટર ઉપર રાખવામાં આવ્યો હતો. કાર્યક્ર્મમાં 50 જેટલા યુવાઓને ઇન્ડસ્ટ્રીયલ ટેલરિંગ મશીનની તાલીમ આપવામાં આવશે. આ ટ્રેનિંગ ૩ માસ સુધી તાલીમઆર્થીઓ તાલીમ મેળવશે.

કાર્યક્રમમાં મહેમાનોને સુતરની આંટી આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષ દ્વારા નહેરુ યુવા કેન્દ્ર અને આ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીવેશ પટેલ, તન્વી ગજ્જર, અરશદ અબ્બાસી, સોયેબ ખાન, પારુલ ગજ્જર, ફરહા શેખ, કેફિશાબેન અને નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક વૈભવી રાણા ઉપસ્થિત રહ્યાં હતાં. તન્વી ગજ્જર દ્વારા યુવાનોને આ તાલીમ કઈ રીતે ઉપયોગી થશે અને આ તાલીમ લઈ કઈ રીતે પગભર બની શકાશે તે વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સોયેબભાઈ અને અરશદભાઈ દ્વારા યુવાનોને તાલીમ પૂર્ણ કર્યા બાદ કામ કઈ રીતે મળી શકે એ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સફલ ચેરીટેબલ ટ્રસ્ટના જીવેશ પટેલે સર્વેનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...