વલસાડ જિલ્લાના આદિવાસી અને જંગલ વિસ્તાર તરીકે ગણાતા ધરમપુર વાંસદા રોડ ઉપર ધરમપુર તાલુકા પંચાયત હસ્તક આવેલા રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપર હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો રોજ પસાર થતા હોય છે. બિસ્માર રસ્તો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા પંચાયતના અપક્ષ સભ્યના વિસ્તારમાં કામો થતા ન હોવાથી સમર્થકો સાથે વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી વહેલી તકે બિસ્માર રસ્તોએને રીપેર કરવા માંગ કરી હતી.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલના વિસ્તારમાં જરૂરિયાત મુજબના કામો ન થતા હોવાથી શુક્રવારે ધરમપુર વાંસદા રોડ ઉપર માલન પાડાને જોડતો બિસ્માર રસ્તને મરામત કામગીરી કરવા માટે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને TDOને ઘણી વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છત્તા પરિસ્થિતિ તે ની તેજ હોવાથી કલ્પેશ પટેલે સ્થાનિક લોકો અને સપાર્થકો સાથે બિસ્માર રસ્તાને વહેલી તકે રીપેરીંગ કરવી વાહન ચાલકોને પડતો હાલાકી દૂર કરવા માંગ કરી રહ્યા છે.
ચોમાસાની સિઝન ચાલતી હોવાથી ગત દિવસોમાં પડેલા વરસાદમાં રસ્તો બિસ્માર બની ગયો છે. જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોને પણ ભારે હાલાકી પડી રહી હોવાથી તાલુકા પંચાયતના વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી બિસ્માર રસ્તા પાસે સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરી વહેલી તકે બિસ્માર રસ્તાને રીપેર કરવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.