તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ સેન્ટરની શરૂઆત:વલસાડ શહેરમાં NGOએ તૈયાર કરેલા 100 બેડના કોવિડ સેન્ટરનું લોકાર્પણ કરાયું, કોરોના દર્દીઓને હવે રાહત રહેશે

વલસાડ12 દિવસ પહેલા
 • ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
 • NGOએ એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સંતકૃપા કેવિડ કેર સેન્ટર વલસાડની સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 300 બેડની કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. વલસાડની ઈજનેરી કોલેજમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 300 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે 100 બેડથી કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના વધી રહેલા કોરોનાના કેસોને લઈને વલસાડ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો દિવસે દિવાસે ફૂલ થઈ રહી છે. જેને લઈને વલસાડની NGOએ ઇજનેરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં તૈયાર કરેલા 100ના બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યું છે.

રવિવારે ઇજનેરી કોલેજ ખાતે 100 બેડની કોવિડ કેર સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકરોણ કરવામાં આવ્યું હતું. વલસાડમાં સંતકૃપા સેવાલયનું લોકાર્પણ કર્યું હતું. જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ સોનવાડા દ્વારા કોવિડ દર્દીઓ માટે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. વધુમાં મોડવાહડફની ચૂંટણીમાં BJP ભવ્ય વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વલસાડના MP ડો. કે.સી. પટેલ, ધારાસભ્ય ભરત પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો