• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In View Of Diwali, The Municipality Has Taken Action To Remove The Pressure On The Vegetable Market And Main Roads In Valsad.

કાર્યવાહી:દિવાળી પર્વને ધ્યાને લઈને વલસાડમાં શાકભાજી માર્કેટ અને મુખ્ય માર્ગો ઉપર પાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય માર્ગો ઉપર દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો

દિવાળીના પર્વને ધ્યાને રાખીને વલસાડમાં નગરપાલિકાએ શહેરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ભીડભંજન મંદિર પાછળ આવેલી ગલીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરતા શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વલસાડ શહેરના બજારોમાં દિવાળી નિમિતે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે શહેરના શાકભાજી માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં લોકો શાંતિ પૂર્વક દિવાળીની ખરીદી કરી શકે અને શહેરના બજાર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય તે માટે નગર પાલિકાએ બુધવારથી શહેરના શાકભાજી માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં દબાણ કરનાર દુકાનદારો સામે લાલ આંખ કરી હતી. જેમાં ભીડભંજન મંદિર અને નગર પાલિકા શોપિંગ મોલ પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના મોલ પાસે દબાણ કારો ના દબાનો દૂર કરવાની કામગીરી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...