તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિ:શુલ્ક સેવા:વાપી-વલસાડમાં કોરોના કાળમાં સમાજો આગળ આવ્યાં, કોવિડ સેન્ટર બનાવ્યા

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડમાં ભાનુશાલી અને વાપીમાં લેઉવા પટેલ સમાજે તૈયાર થયેલા કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીને સારવાર મળશે

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીમાં લોકોને મદદ કરવા સામાજીક સંસ્થાઓ અને વિવિધ સમાજો આગળ આવી રહ્યા છે. વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા સમાજની વાડીમાં માધવ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઉભું કરાયું છે. જ્યારે વલસાડમાં ભાનુશાલી સમાજ અને બિલ્ડર એસોસીએશન દ્વારા 100 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ સેન્ટરોમાં કોરોનાના દર્દીને સારવાર મળી રહેશે. જ્યારે વાપી રોટરી કલબ દ્વારા ટિફીન સેવા પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત વાપીમાં બ્રહ્મસમાજ દ્વારા પણ ટિફીન સેવા પુરી પાડવામાં આવી રહી છે. વાપીના પ્રમુખ ગૃપ દ્વારા પણ સેલવાસ અને ગુજરાતમાં ટિફીન સેવા આપવામાં આવી રહી છે. આમ કોરોના કાળમાં કોવિડ સેન્ટરો અને ભોજનની સુવિધા માટે સંસ્થાઓ અને સમાજો આગળ આવ્યાં છે.

વાપીમાં માધવ કોવિડકેર આઇસોલેશન સેન્ટરમાં 40બેડની વ્યવસ્થાની શરૂ કરાઇ, પ્રમુખ ગૃપે પણ ભોજન સેવા આપી
વાપીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ પ્રેરિત ,શ્રી ગુરૂજી સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ સંચાલિત દ્રારા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડીમાં માધવ કોવિડકેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં સપૂર્ણ મફત સે‌વાઓ આપશે.હાલમાં વેન્ટિલેટર અને ઓકિસજનની વ્યવસ્થા કરાઇ નથી કોરોનાગ્રસ્ત વ્યકિતને આઇસોલેશનની જરૂરિયાત હોય તો મો.636555500 પર સંપર્ક કરી લાભ લઇ શકે છે.

વાપી પ્રમુખ ગૃપ દ્વારા ભોજનનો નિ:શુલ્ક સેવા યજ્ઞ
વાપી પ્રમુખ ગૃપ સંકટ સમયે હમેંશા સામાજિક કાર્યો માટે આગળ આવે છે. કોરોનાકાળમાં પણ ગુજરાત અને દાનહમાં કોરોન્ટાઇન થયેલા લોકોને ભોજન અને એમ્બ્યુલેન્સની વ્યવસ્થા કરી છે. 14 એપ્રિલથી પ્રતિદિન 500 સંક્રમિતોને ટિફિન ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 7000 ટિફિન લોકોના ઘર સુધી પહોંચ્યાં છે.

વાપી રોટરીએ 3575ને ટિફિન સેવા આપી
વાપી જીઆઇડીસી અને વાપી ટાઉનમાં વસતા લોકો માટે રોટરી વાપી રિવરસાઇડ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈ કોઈનું સંપૂર્ણ પરિવાર હોમ કોરેન્ટાઈન હોય અથવા હોસ્પિટલમાં દાખલ હોય તેવા લોકો માટે વિનામૂલ્યે સવાર અને સાંજના ભોજનના ટિફિનની વ્યવસ્થા હોમ ડિલિવરીથી પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત આ સંસ્થા દ્વારા તા. 15મી એપ્રિલના રોજ 120 ટિફિનથી સેવા શરૂ કરી હતી જે આજે તા.2જીમે સુધીમાં સરેરાશ 260 ટિફિન સુધી પહોંચ્યા છે. આ 18 દિવસમાં કુલ ટોટલ 3575 ટિફિન કોરોના દર્દી તેમજ તેમના પરિવારને વિના મૂલ્યે અપાયા છે.

વલસાડમાં કોરોના દર્દીની સારવાર માટે 100 બેડનું કોવિડ સેન્ટર ખુલ્લું મૂકાયું
વલસાડ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અશોક મંગે,એસો.ના સભ્યો,રાજેશ ભાનુશાલી જિ.બીજીપી કોષાધ્યક્ષ, ભાનુશાલી સમાજ અન્ય સંસ્થાઓના કાર્યકરોના સહયોગથી તિથલ રોડ સરકારી ઇજનેરી કોલેજના હોસ્ટેલમાં પ્રથમ તબક્કે 100 બેડની સુવિધા સાથે કોવિડના દર્દીઓ માટે સેન્ટર તૈયાર કરાયું છે.

સી.આર.પાટિલના હસ્તે અને ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિ.ભાજપના પૂર્વ અધ્યક્ષ કનુભાઇ દેસાઇ, સાંસદ કે.સી.પટેલ સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ અંગે બિલ્ડર એસો. પ્રમુખ અશોક મંગેએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી આ આઇસોલેશન વોર્ડ કોવિડ કેર સેન્ટર માટે બેડની ઉપલબ્ધતા માટે સતત કામગીરી ચાલી રહી હતી.જેમાં કોવિડ દર્દીઓને તમામ સુવિધા પૂરી પાડવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો