તપાસ:વાપીમાં વેપારીના FBની IDમાં ફોટો મૂકી સેક્સ વર્કર લખતા રાવ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિભત્સ મેસેજો આવતાં સાઇબર ક્રાઇમે ગુનો નોંધ્યો

વાપીના એક છુટક વેપારીના ફેસબુક ઉપર આઇડી પ્રોફાઇલમાં ફોટો મૂકી તેના બાયોડેટામાં સેક્સ વર્કરની વિગત લખી બિભત્સ મેસેજો કરવા લાગતાં મામલો વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો છે.પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વાપી ખાતે એક વેપારીના એફબી આઇડી ઉપર 1 જૂન 2022ના રોજ મેસેન્જરમાં Kajal Patel નામના ફેસ બુક આઇડી ઉપરથી એક મેસેજ આવ્યો હતો,તે ફેસબુક આઇડીની પ્રોફાઇલ જોતાં તેના બાયોડેટામાં સેક્સ વર્કર તરીકેની માહિતી લખેલી જોવા મળી હતી.ત્યારબાદ સાંજે ફરીથી બીજા એક આઇડી ઉપરથી મેસેજ આવવા લાગ્યા હતા.આ આઇડી અગાઉ આવેલા નામે જ હતી પરંતુ તેમાં વેપારીનું નામ લખી તેની સાથે નામમાં ફેરફાર કરી તે પ્રોફાઇલમાં વેપારીનો ફોટો અપલોડ કરી દીધો હતો.

વેપારીએ તે મેસેજ કરનારનો સંપર્ક કરી તેનું નામઠામ પુછ્યું હતું,પરંતુ તેણે નામ જણાવ્યું ન હતું અને બિભત્સ મેસેજો કરવા લાગ્યો હતો.થોડા સમય બાદ તે ઇસમે અગાઉના નામ અને તેની સાથે વેપારીના નામ સાથેની ફેસબુક આઇડી ઉપરથી તમામ ફેસબુક મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી હતી.

જેના કારણે વેપારીને બદનામ કરવાના ઇરાદે તેના નામ સાથે વેપારીના નામની ફેસબુક આઇડી બનાવી તેના પ્રોફાઇલ પિકચરમાં વેપારીનો ફોટો અપલોડ કરી તે આઇડીના બાયોડેટામાં સેક્સ વર્કર તરીકેની માહિતી લખી તે આઇડી ઉપરથી વેપારીને બિભત્સ મેસેજ કરી વેપારીના મિત્રોને ફ્ર્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.આ મામલે વેપારીએ વલસાડ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આ ઇસમની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...