તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્તવિકતા:વાપીમાં પાટીલે કહ્યું-'ઓક્સિજનની જરુરિયાત પૂર્ણ થઈ ગઈ છે', હોસ્પિટલે બોર્ડ લગાવ્યું 'ઓક્સિજનના અભાવે દર્દીઓના પ્રવેશ પર રોક લગાવી છે'

વલસાડ12 દિવસ પહેલા
 • વાપીમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે પહોંચ્યા હતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ

વાપીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતનો પ્રશ્ન હવે વિકરાળ બની રહ્યો છે. રવિવારે વાપીની મુલાકાતે આવેલાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે જિલ્લા અને રાજયમાં ઓક્સિજનની અછતનો પ્રશ્ન દુર થઇ ગયાનો દાવો કર્યો હતો, પરંતુ આ દાવાના ગણતરીના મિનિટોમાં જ વાપી જનસેવા હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે નવા દર્દીઓને સારવાર આપી શકીએ તેમ નથી એવા બોર્ડ લાગ્યા હતાં. ઓક્સિજન ખુટતા આવરાના દિવસોમાં સ્થિતિ કફોડી બની શકે છે.

વલસાડ જિલ્લામાં ઓક્સિજનની અછત અંગે ખાનગી હોસ્પિટલોના તબીબોની રજૂ્આત વચ્ચે રવિવારે ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ આવી પહોંચ્યા હતાં. વાપીની હરિયા હોસ્ટિલમાં નાઇટ્રોજનમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતાં નવા પ્લાન્ટને ખુલ્લુ મુકયા બાદ જણાવ્યુ હતું કે ઓક્સિજન અને રેમડેસિવરની ડિમાન્ડ માટે કોઇ ફોન આવતા નથી.

ઓક્સિજનની અછતનો પ્રશ્ન હલ થઇ ગયા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો, પરંતુ ગણતરીના મિનિટોમાં જ વાપીમી જનેસેવા હોસ્પિટલની બહાર ઓક્સિજનના અભાવે કોરોનાના નવા દર્દીને સારવાર આપી શકાય તેમ ન હોવાના બેનરો લગાડવામાં આવ્યા હતાં. જનસેવા હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોટી ગણવામાં આવે છે.

ઓક્સિજના અભાવે આ હોસ્પિટલ પણ મૂંઝવણણમાં મુકાય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે કરેલા દાવા સામે ગણતરીની મિનિટોમાં પ્રશ્ન ઊભો થયો હતો. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રોજના 15 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે 50 ટકા જ સપ્લાય મળી રહ્યો છે. પરિણામે આગામી દિવસોમાં વધુ સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે.

ઓક્સિજન અને રેમડેસીવીરની ડિમાન્ડ માટે કોઈના ફોન નથી આવી રહ્યાઃ પાટીલ
રવિવારે વાપી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વાપી હરિયા હોસ્પિટલ ખાતે નાઇટ્રોજનનો પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી તેનું લોકાર્પણ કરવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને BJPના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાપી હરિયા હોસ્પિટલ ખાતે આવેલા CR પાટીલે ઓક્સિજનની અછત દૂર થઈ ગઈ હોવાનો દાવો કરે રહ્યા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે ઓક્સિજન અને રેમડેસીવીરની ડિમાન્ડ માટે કોઈના ફોન નથી આવી રહ્યા. જિલ્લા કલેક્ટરે રેમડેસીવીર ઇન્જેક્સન ડાયરેકટ હોસ્પિટલ નેજ આપવાનું ઉત્તમ આયોજન કર્યું છે.

ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકો પાસે રો માટીરીયલની અછતને લઈને ડિમાન્ડને પહોંચી વળતા નથી. રો મટીરીયલ નો જથ્થો પૂરતો નહીં આવે તો પ્લાન્ટનું સંચાલન કરવું ઘણું અઘરું થઈ રહ્યું હોવાનું પ્લાન્ટ સંચાલકો હોસ્પિટલ સંચાલકોને જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રોજની કુલ 35 ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ફક્ત 20થી 22 ટન ઓક્સિજનનું રો મટીરીયલ અલગ અલગ કંપનીઓ પાસે આવતું હોવાથી વલસાડ જિલ્લાના ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકો મુંજવણમાં મુકાઈ રહ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ સંચાલકોના મોબાઈલ ફોન સતત વ્યસ્થ આવી રહ્યા છે.

શેલ્બી હોસ્પિટલમાં દર્દીના સંબંધી જાતે ઓક્સિજનનો સિલિન્ડર આપી ગયા
સી.આર.પાટિલે ભલે ઓક્સિજનની અછતનો પ્રશ્ન હલ થવાનો દાવો કર્યો છે, પરંતુ વાપીની શેલ્બી હોસ્પિટલમાં અનુ પટેલ નામની મહિલા કોરોનાની સારવાર લઇ રહી છે.જેમને ઓક્સિજનની જરૂર ઊભી થઇ હતી. હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ન હોવાથી મોટાપોંઢા રહેતા દર્દીના સંબંધી ઓક્સિજનો સિલિન્ડર શેલ્બી હોસ્પિટલમાં આપી ગયા હતાં. જેથી દર્દીને ઓક્સિજન આપવાનું શરૂ થયુ હતુ. આજ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યાં છે.

નવા દર્દીને પ્રવેશ ન મળે તો સ્થિતિ વિકટ
કોરોનાની પ્રથમ લહેરમાં વાપી જનસેવા હોસ્પિટલમાં 1 હજારથી વધુ પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતાં. મૃત્યુરેટ પણ ઓછો હતો. સરકાર હસ્તક હોસ્પિટલ લઇ લેવાઇ હતી. બીજી લહેરમાં પણ અન્ય ખાનગી હોસ્પિટલોની તુલનાએ ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલમાં હાલ મૃત્યુદર ઓછો છે. આવા સમયે ઓક્સિજનના અભાવે નવા કોરોનાના દર્દીને સારવાર નહિ મળે તો સામાન્ય વર્ગની હાલત કફોડી બનશે. કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ આ મુદે ગંભીર બને તે જરૂરી છે.

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત
વાપીની જનસેવા હોસ્પિટલની સાથે સંવેદના હોસ્પિટલ,શેલ્બી ,નિરામય, 21 સેન્સુરી, રેઇમ્બો સહિતની હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય ઓછી આવી રહી છે. આ અંગે તબીબો કલેકટરને લેખિત રજૂઆત કરી ચુકયા છે. ઓક્સિજન સપ્લાય પુરુ પાડતાં સંચાલકે જણાવ્યુ હતું કે હવે ઓક્સિજન અંગે સરકાર નિર્ણય લે છે. જેથી હવે અમારો રોલ રહેતો નથી. જેથી હવે સરકાર માટે આ પ્રશ્ન ગંભીર બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો