પરિવાર તૂટતો બચ્યો:વાપીમાં પરિણીતાને સાસુએ ત્રાસ આપતા પરિણીતાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહુ અને સાસુનું જરૂરી કાઉન્સિલિંગ કરી પરિવારને વિખેરાતો બચાવ્યો

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતી એક પરિણીતા ઘરકામ સાથે પોતે બ્યુટી પાર્લરનું કામ કરે છે. પતિ કંપનીમાં નોકરી કરવા જતાં હોય છે. જેથી બાળકને સાચવવાની જવાબદારી સાસુ અને સસરાને આપી હતી. ઘણા દિવસથી સાસુ વહુને મહેણાં ટોણા મારી માનસિક ત્રાસ આપતી હતી. જેને લઈને સાસુ-વહુ વચ્ચે મારામારી સુધી ઘટના પહોંચી જતા વહુએ ઘરેલુ હિંસાથી બચવા માટે 181 અભયમની ટીમનો સંપર્ક કરીને મદદ માંગી હતી. અભયમની ટીમે જરૂરી કાઉન્સિલિંગ કરીને પરિવારને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના એક વિસ્તારમાં રહેતી પરિણીતાના જણાવ્યા અનુસાર પોતે લગ્ન બાદ પતિને ઘરમાં મદદરૂપ થવા માટે પાર્લરનું કામ કરે છે. તથા પતિ કંપનીમાં નોકરી કરતો હોય જેથી બાળકોની સારસંભાળ ધરના વડીલોએ રાખવી પડતી જેથી સાસરી પક્ષ તે બાબતે પણ વહુ સાથે રોજબરોજ સાસરી પક્ષના વડીલો અને વધુ વચ્ચે નાના નાના ઝઘડાઓ થતા રહેતા હતા. તાજેતરમાં સાસરી પક્ષ દ્વારા 'તુ પનોતી છે તારા પગ ઘરમા પડયા પછી અમે બરબાદ થઈ ગયા' એમ વારંવાર મહેણા ટોણા મારવામાં આવતા આ બાબતે સોનમ બોલવા જતા બંને પક્ષોમાં ઝઘડો થતા ઝપાઝપી થયેલ જેથી પોતે એકલી, અસહય બનતા અરજદાર મહિલાએ 181 અભયની મદદ માંગી હતી.

ઘટનાની જાણ 181 અભયમની ટીમે તાત્કાલિક પરિણીતા અને સાસરી પક્ષના સભ્યોનું કાઉન્સેલિંગ કરી સાસરી પક્ષને તેમની ભૂલ સમજાવતા હવે પછી તેઓ વહુને હેરાન પરેશાન ન કરે તેની ખાતરી આપેલ પરિણીતાને કોઈ કાર્યવાહી ન કરવી હોય બંને પક્ષો દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે જરૂરી માર્ગદર્શન અને કાઉન્સિકિંગ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું જેથી પરિવારના સભ્યોની ભૂલ સમજતા એક પરિવાર વિખેરાતો અભયમની ટીમે બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...