તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Vapi, Locals Chased Down A Gang Of Beggars Who Went From House To House Begging And Cleaning Their Hands At Home If Given The Chance.

ચોરી કરતી ગેંગ ઝબ્બે:વાપીમાં ઘરે ઘરે ફરીને ભીખ માંગતી અને તક મેળે તો ઘરમાં હાથ સાફ કરતી ભિખારી ગેંગને સ્થાનિકોએ પીછો કરી ઝડપી પાડી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓને પોલીસ મથકે ખસેડવા 108 બોલાવી 108માં આરોપીઓને પોલીસ મથકે ખસેડયા

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ભીખ મંગવાની રીતે ઘરમાં પ્રવેશ ઘરમાંથી કિંમતી સામાન ચોરી કરતી ભિખારી ગેંગનો આંતક વાપી વિસ્તારમાં વધી ગયો હતો. જે દરમિયાન વાપીના ચલા વિસ્તારમાં ભીખારીના રૂપમાં યુવતીઓ આવીને ભીખ માંગી રહી હતી. જે દરમિયાન એક મકાનમાં તક મળતા રોકડા રૂપિયા, કિંમતી વસ્તુઓ અને સોનાના મંગળસૂત્ર ઉપર હાથ સાફ કર્યો હતો. ઘર માલિકને શંકા જતા ભિખારી સ્વાનમાં ફરતી છોકરીનો પીછો કરી છીરી અંબામાતા મંદિર પાસે આખી ટોળકી ભેગી થતા વાપી GIDC પોલીસની મદદ લઈને ઘરમાં તક મળતા ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી.

પોલીસે ટોળકીને પોલીસ મથકે લઈ જવા 108ની ટીમની મદદ લીધી હતી. ચોર ટોળકીમાં યુવતીઓ અને સગીર બાળકોને 108 મારફતે GIDC પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે. પોલીસ મથકે ઘર માલિકની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી છીરી ગુલાબ નગરમા ઘરમાંથી ચોરી કરતી મહિલાની ટોળકી ઝડપાઈ છીરી ગુલાબ નગરમા ઘરેઘરે ભીખ માગી ફરતી ચોર ટોળકી એક રુમમાંથી રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર ઘરમાંથી ચોરી કરી ફરાર થઇ જતાં ધર માલિક ચોર ટોળકીનો પીછો કરી અંબામાતા મંદિર પાસે ઝડપી પાડી અને વાપી ઉદ્યોગનગર પોલીસ ધટના સ્થળે દોડી આવી અને ચોર ટોળકી ને 108મા ભરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...