તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:વલસાડના વાંકલ ગામે 10 ફુટ લાંબો અજગર મરઘાનો શિકાર કરવા સામે ચાલીને પીંજરામાં પુરાયો

વલસાડ16 દિવસ પહેલા
  • અજગર અંદાજીત 10 ફૂટ લાંબો અને 14 કિલો વજન ધરાવતો હતો
  • અજગરે એક મરઘીનો શિકાર પણ કરી લીધો

વલસાડના વાંકલ ગામ ખાતે મંગળવારે મોડી રાત્રીએ વાંકલ ગામમાં મરઘાં પાલકના ઘરે મરધાના પીંજરામાં મરઘાઓનો શિકાર કરવા 10 ફૂટ લાંબો અજગર આવી પહોંચ્યો હતો. મરઘાં પાલકને જાણ થતા તાત્કાલિક પિંજરામાંથી મરઘાઓને અન્ય પીંજરામાં ખસેડ્યાં હતાં અને એનિમલ રેસ્ક્યુ ટીમને બનાવની જાણ કરાતાં રેસ્ક્યુ ટીમે તાત્કાલિક અજગરનુ રેસ્ક્યુ કરીને જંગલમાં છોડવામાં આવ્યો હતો.

વલસાડ તાલુકાના વાંકલ ગામના જીવી ફળિયામાં રહેતા અજય પટેલના ઘરના આંગણે પાળેલા મરઘાના પાંજરામાં શિકારની શોધમાં આવેલો એક અજગર પાંજરામાં દેખાયો હતો. આ અજગરે એક મરઘીનો શિકાર કરી તેનું મારણ પણ કરી નાખ્યું હતું. મરઘા પાલકે અજગરને મરઘાના પાંજરામાં જોતા તેની જાણ મુકેશભાઈ વાયાડને કરતાં તેમણે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથધરી હતી.

અજગરનું એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ નવસારી ધરમપુર વિભાગના મુકેશ વાયાડ અને ધર્મેશ પટેલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ અજગર અંદાજીત 10 ફૂટ લાંબો અને 14 કિલો વજન ધરાવતો હતો. અજગર દેખતા આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં અજગરને જોવા ઉમટી પડ્યા હતા. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ મુકેશ વાયાડ દ્વારા ચણવાઈ રેંજ ના આર.એફઓ જાણને કરવામાં આવી હતી અને અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેણે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...