વલસાડ તાલુકાના પાનેરા ગામ ખાતે આવેલા લીમડા ચોકના ફળિયાના છેલ્લા ઘરમાં તસ્કરોએ તસ્કરી કરી હતી. પરિવારના સભ્યોને બંધક બનાવી ગત રાત્રિએ તસ્કરી કરી ગયા હતા. ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. જે ખોલવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો ન ખુલતા એક બેડરૂમની બારીની ગ્રીલ તોડી તસ્કરો બેડરૂમમાં પ્રવેશ અન્ય રૂમના દરવાજાની કડી લગાવી પરિવારને બંધક બનાવી તસ્કરોએ રોકડા રૂપિયા 12,500 રોકડા અને ઘરેણાની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરોએ વાડીમાં મૂકેલી આરામ ખુરશી પણ ઉઠાવી ગયા હતા.
વલસાડ તાલુકામાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં મોગરાવાડીમાં થયેલી ચોરી બાદ વલસાડ રૂરલ પોલીસ મથકના વિસ્તારના પારનેરા લીમડા ચોક ખાતે રહેતા છગનભાઈ નાનુભાઈ પટેલના બે દીકરા અને પરિવાર સાથે રહે છે, ફળિયાનું છેલ્લું ઘર હોવાથી તસ્કરોએ ઘરને તસ્કરી માટે ટાર્ગેટ બનાવ્યું હતું. ઘરની આગળની બાજુમાં માત્ર એક ઘર આવેલું છે અને ત્યારબાદ વાડીઓ આવેલી છે.
ગતરાત્રીએ છગનભાઈ પટેલનો પરિવારના સભ્યો પોત પોતાના રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન છગનભાઈના ઘરનો મુખ્ય દરવાજા અંદરથી બંધ હોવાથી તસ્કરો એ મુખ્ય દરવાજા ઉપર કાણું પાડીને દરવાજો ખોલવાના પ્રયત્નો કર્યા હતા. મુખ્ય દરવાજા અંદરથી ન ખુલતાં તસ્કરોએ એક રૂમની ગ્રીલ છૂટી પાડી બારીમાંથી રૂમમાં પ્રવેશ્યા હતા. બીજા રૂમોના દરવાજાને બહારથી કડી મારી પરિવારના સભ્યોને પોતાના રૂમમાં બંધક બનાવી તસ્કરોએ એક રૂમમાં મુકેલા લોખડના કબાટનું તાળું તોડી તીજોરીનું તાળું તોડી તસ્કરોએ કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા 12,500ની માતાની ચોરી કરી ગયા હતા. તસ્કરી દરમ્યાન તસ્કરોનો કબાટમાં મુકેલા નવા કપડાં પણ ઉઠાવી ગયા હતા. તસ્કરી કર્યા બાદ નજીકમાં આવેલી આંબાવાડીમાં મૂકેલી આરામ ખુરશી પણ તસ્કરોની નજરે આવી જતા તસ્કરોએ તેને પણ ચોરી કરી લીધી હતી.
એક પરિવારના સભ્યોએ રાત્રે ઊઠી પાણી પીવા જતા રૂમનો દરવાજો બંધ જણાયા હતા. પરિવારના અન્ય સભ્યોને ફોન કરી ચેક કરવા જણાવતા ઘરના અન્ય દરવાજા પણ બંધ હોવાનું જણાયું હતું. પાડોશી ફોન કરી રૂમના દરવાજા ખોલાવી ચેક કરતાં ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા ઘટનાની જાણ ગામના સરપંચ સહિત અગ્રણીઓ અને તેમજ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.