તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad's Pardi, The Driver Of A Car Laden With Alcohol Fell Into The River With His Fleeing Car After Seeing The Police, Locals Rescued Him.

વિચિત્ર અકસ્માત:વલસાડના પારડીમાં દારૂ ભરેલી કારનો ચાલક પોલીસને જોઈ નાસવા જતા કાર સાથે નદીમાં ખાબક્યો, સ્થાનિક લોકોએ બચાવ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કારના ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પણ નદીમાં ખાબકી

દમણથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા બુટલેગરો તત્પર રહે છે. પરંતુ તેમને પકડવા અને દારૂબંધીનો અમલ કરાવવા વલસાડ પોલીસ પણ એલર્ટ રહે છે. ગુરૂવારે એક ઘટના સામે આવી હતી. પારડી તાલુકાના પરવાસા ગામે દારૂ ભરેલી ઇકો કાર પાર નદીના બ્રિજ પરથી નીચે પાણીમાં ખાબકી હતી. જેમાં ચાલકને ગામ લોકો બહાર કાઢી જીવ બચાવ્યો હતો. પોલીસની ટીમે કાર ચાલકની અટક કરી છે. પારડી પોલીસની ટીમે ક્રેઇનની મદદ મેળવી નદીમાં ખબકેલી દારૂ ભરેલી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પારડી પોલીસની ટીમે દારૂ ભરેલી કારને અટકાવવાનો ઈશારો કર્યો હતો. કાર ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે કારને આગળ હંકારી મૂકી હતી. પારડી પોલીસે ઇક્કો કારનો પીછો કરી રહી હતી જે દરમિયાન ઇક્કો કાર ચાલકે પરવાસા ગામ પાસે આવેલી પાર નદીના બ્રિજ ઉપર સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર નદીમાં પડી હતી. પુલ ઉપર ઉભેલી એક બાઇકને પણ કારના ચાલકે ટક્કર મારતા બાઈક સાથે ઇક્કો કાર પુલ ઉપરથી પાણીમાં ખાબકી હતી.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇક્કો કારના ચાલકને કારમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. કાર સાથે પાણીમાં ખબકેલી બાઇકને સ્થાનિક લોકોએ બહાર કાઢવામાં સફળતા મળી હતી. પારડી પોલોસે ઇક્કો કાર ચાલકની અટક કરી હતી. ક્રેઇનની મદદ વડે નદીમાંથી ઇક્કો કારને બહાર કાઢી દારૂનો જથ્થો અને કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...