તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પોલીસ ઝડપાઇ:વલસાડના ભગોદમાં માસ્ક ચેકિંગ કરી રૂપિયા પડાવતી નકલી પોલીસને સ્થાનિકોએ ઝડપી અસલી પોલીસને સોંપ્યા

વલસાડએક મહિનો પહેલા
 • મુંબઇ અને દાહોદના 2 યુવકો દારૂના નશામાં ભગોદમાં પોલીસના નામે લોકોને કનડગત કરતા ઝડપી પાડયા
 • એક યુવક દાહોદની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે, માસીનો છોકરો પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાથી યુવકને પોલીસગીરી કરવાનો શોખ ચડ્યો

ભગોદ ગામમાં માસ્ક ચેકિંગના નામે સ્થાનિક લોકોને અટકાવી દંડ ઉઘરાવતી નકલી પોલીસને સ્થાનિક લોકોએ પકડીને રૂરલ પોલીસને સોંપ્યા છે. જાગૃત નાગરિકે આઈડી પુરાવા માંગતા 2 નકલી પોલીસે કારમાં ભાગવાનો પ્રયાસ કરતા એકને સ્થાનિક યુવકે ઝડપી પાડ્યો હતો. નકલી પોલીસને અસલી પોલીસના હવાલે કર્યો હતો.

માસ્ક ચેકિંગના નામે પૈસા ઉઘરાવ્યા
વલસાડના ભગોદ ખાતે શનિવારે સાંજે 2 પોલીસ જવાનોએ કોવિડનું માસ્ક ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થાનિક બાળકોને અને લોકોને માસ્ક ન પહેર્યા બદલ દંડ વસૂલવાની કામગીરી કરતા હતા. જે દરમિયાન યશ દેસાઈ પસાર થઈ રહ્યો હતો. 2 અજાણ્યા ઈસમો પોલીસ હોવાનું જણાવી લોકો પાસે માસ્ક દંડ વસૂલી રહ્યા હોવાનું જાણવા મળતી અજાણ્યા ઈસમો પાસે પહોંચી પોલીસના આઈડી કાર્ડની માંગણી કરી હતી.

જાગૃત યુવકે નકલી પોલીસને પકડ્યા
ગભરાયેલા બંને યુવકોએ કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યશ દેસાઈએ સમય સુચકતા વાપરીને નકલી પોલીસ બનીને આવેલા બે પૈકી એક યુવકને કારમાંથી ખેંચી લીધો હતો. બીજો યુવક કારમાં ભાગી રહ્યો હતો. તે યુવકને સેગવીથી ઝડપી પાડ્યો હતો. દારૂના નશામાં નકલી પોલીસ બનીને સ્થાનિક લોકો પાસેથી રૂપિયા ઝડપી પાડ્યા હતા. બંને નકલી પોલીસને વલસાડ રૂરલ પોલીસની ટીમને સોંપવામાં આવ્યો હતો.

અસલી પોલીસને હાથપગ જોડતા થઇ ગયા
વલસાડ રૂરલ પોલીસ મથકે બંને નકલી પોલીસને રજૂ કરતા બંને યુવકો સીધાદોર થઈ ગયા હતા. પોલીસને હાથપગ જોડતા થઈ ગયા હતા. પોલીસે બંને યુવકો સામે પીધેલાનો કેસ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા યુવકો પૈકી સિદ્ધાર્થ કિશોર ડામોર જે દાહોદની એક પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છે. જ્યારે ગૌરાંગ છત્રસિંહ ડામોર મુંબઈની એક કંપનીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધાર્થના માસીનો છોકરો પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકો દમણ દારૂ પીવા આવ્યા હતા. દારૂ પીને દાહોદ પરત ફરી રહ્યા હોવાનું યુવકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો