પાલિકાની બેદરકારી:વલસાડના અબ્રામામાં પાલિકાની ડ્રેનેજનું ઢાંકણું તૂટી જતા બાઈક ચાલક ગટરમાં પડ્યો

વલસાડ4 મહિનો પહેલા
  • સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી

વલસાડ નેશનલ હાઇવેથી અબ્રામા રામ નગર તરફ આવતા રોડ ઉપર સોમવારે એક ડ્રેનેજનું ઢાંકણું તૂટતા બાઈક ચાલક ડેનેજમાં પડ્યો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. 108ની મદદ વડે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક 108ની મદદ વડે નજીકની હોસ્પિટલ ખસેડયો હતો.

વલસાડના અબ્રામા વિસ્તાર અને નેશનલ હાઈવે 48ને જોડાતા માર્ગ ઉપર આજરોજ વહેલી સવારે મુના રામપ્રવેશ સિંઘ રહેવાસી અબ્રામા રામ નગર પોતાની બાઈક લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન અબ્રામા રોડ પર આવેલી ગટરનું ઢાંકણ અચાનક તૂટી જતા મુનાભાઈ પોતાની બાઈક સાથે ગટર માં પડી ગયા હતા.

ગટરમાં પાડવાના કારણે મુનાભાઈને ગંભીર ઇજા પોહચી હતી. સ્થાનિક રાહદારીઓ દ્રારા મુનભાઈને ગટરમાંથી બહાર કાઢી 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો. તો વલસાડ નગર પાલિકાની બેદરકારીના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...