તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વલસાડમાં 5 માસથી કચરો ઉપાડતી મહિલાઓનો પગાર ન થતા હાલાકી

વલસાડ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકાઉન્ટન્ટને કોરોના થતાં રજા પર છે તેવા બહાના

વલસાડ પાલિકા દ્વારા છીપવાડ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે ઉચ્ચક પગારે રાખવામાં આવેલી રોજમદાર 20 મહિલાઓને છેલ્લા 5 માસથી પાલિકાએ પગાર ન ચૂકવતા તેમના પરિવારની હાલત વિકટ બની છે.આ મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરાતા ચીફ એકાઉન્ટન્ટ પોઝિટિવ હોવાથી રજા ઉપર છે તેમના આવ્યા બાદ ચૂકવણું થઇ જશે તેવું કહેવામાં આવતા મહિલાઓ રોષે ભરાઇ હતી.

છીપવાડમાં ડોર ટુ ડોર કચરો ઉપાડી તેને ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ કરવા સોર્ટિંગ કરવાની કામગીરી માટે નગરપાલિકાએ 20 જેટલી મહિલા કામદારોને ઉચ્ચક વેતને રાખ્યા હતા.આ વિસ્તારમાં સફાઇ કરી લોકોના આરોગ્યની સુરક્ષાનું પણ કામ કરનાર આ કામદાર મહિલાઓને છેલ્લા 5 માસથી પાલિકા પગાર ચૂકવવા ઠાગાઠૈયા કરી રહી છે.

આજે નહિ કાલે જેવા પોકળ વાયદાઓ કરતાં લાંબો સમયથી પગારની રાહ જોતી આ રોજમદારોમાં ભારે રોષ ફેલાયો હતો.તેમના પરિવારજનોનું આ કાળઝાળ મોંઘવારીમાં કેવી રીતે ગુજરાન ચલાવવું તે મોટો સવાલ ઉભો થતાં તેમણે રવિવારે પાલિકા કચેરીએ પહોંચી સેનેટરી ઇન્સ્પેક્ટર કાંતિભાઇ પટેલને સામૂહિક મોરચો માડી રજૂઆતો કરી હતી અને પગાર ચૂકવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો