તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડના કેવાડા ગામના તાડ ફળિયામાં રહેતા જીતુભાઇ અમ્રતભાઇ પટેલે બપોરે 2.35 વાગ્યે રૂરલ પોલીસ મથકના પીએસઆઇ જી.આઇ.રાઠોડને ટેલિફોનિક જાણ કરી કે, વેજલપુરના પહાડ ફળિયામાં રહેતા દિપક છોટુભાઇ નાયકાના ઘર સામે ખુલ્લામાં એક બિનવારસી હાલતમાં કાર પડી છે.
પીએસઆઇએ તેમની ટીમને ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા તેઓ પહોંચી ગયા હતા.જ્યાં કાર નં.જીજે 10 એપી 4686ના તમામ દરવાજા અનલોક હતા.કારમાં ચાવી પણ લાગી હતીજેથી ડીકી ખોલીને જોતાં બે અલગ અલગ મિણીયા કોથળા તેમજ કાગળો ઉપર સેલોટેપ ચોંટાડેલ પાર્સલો મળી આવ્યા હતા.કોથળામાં ચેક કરાતા 36.152 કિ.ગ્રા.ગાંજાનો રૂ.3,61,520નો જથ્થો મળી આવ્યો હતો.
કારમાંથી ઇન્ડિગો ફલાઇટની બે ટિકિટ મળી આવી
પોલિસે આ કારમાંથી વધુ તપાસ કરતા ડેસ્કબોર્ડમાંથી ઇન્ડિગો ફલાઇટની ટિકિટો મળી આવી હતી.જે અમદાવાદથી હૈદ્રાબાદ ફલાઇટ નં.6E 383 DATE 21 JAN 21 seat No.29 F જોવા મળી હતી.આ ટિકિટ કહાર નાથુલાલ નામના ઇસમના નામે છે.બીજી ટિકિટ હૈદ્રાબાદથી વિશાખાપટ્ટનમ ફલાઇટ નં.6E 6211 DATE 21 JAN 21 seat no, 24 A મળી હતી જે પણ કહાર નાથુલાલના નામે હતી.એક મોબાઇલનું બિલ મળ્યુ તેના પર કસ્ટમર નેમ નાથુલાલ રહે.બોગાર ગંગાપુર,ભીલવાડા રાજસ્થાન લખ્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.