• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, The Work Of The Gram Panchayat Was Disrupted Due To The Strike Of Talatis, The Sarpanch Of Segvi Village Demanded An Alternative Arrangement.

હડતાળથી પરેશાની:વલસાડમાં તલાટીઓની હડતાળના કારણે ગ્રામપંચાયતની કામગીરી ખોરંભે ચડી, સેગવી ગામના સરપંચની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેગવીના સરપંચે DDOને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. જેને લઈને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગ્રામપંચાયતમાં નીકળતા ઉન્નત વર્ગના દાખલા, આવકના દાખલ, સહિતના જરૂરી દાખલાઓ અને કચેરીઓના કામો ખોરંભે પડતા વલસાડ તાલુકાના સેગવી ગ્રામ પંચાયતના સરપંચે DDOને આવેદન પત્ર પાઠવી તલાટીઓની હડતાળને લઈને સ્થાનિક લોકોને પડતી તકલીફ દૂર કરવા અને તલાટી કમ મંત્રીની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરી છે.

તલાટીઓની હડતાળના કારણે ગ્રામ્ય વિસ્તારના અરજદારો પરેશાન
વલસાડ જિલ્લા સહિત રાજ્યના તલાટી કમ મંત્રીઓ છેલ્લા છ દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેને લઇ ગ્રામ્ય કક્ષાએ થતાં કામો ઉપર રોક લાગી છે. જરૂરી દાખલાઓ, આયુષ્માન ભારત કાર્ડ, ઉન્નત વર્ગના દાખલા સહિતની અનેક કામગીરીઓ તલાટી કમ મંત્રીઓ કરતા આવ્યા હતા. હાલ તેઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરતા ગામડાઓમાં રહેતા લોકોને ભરે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. તલાટી કમ મંત્રીની જગ્યાઓ ઉપર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની ને સેગવી ગામના સરપંચે આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી છે.

તલાટીની હડતાળને લઈને ગ્રામ પંચાયત લેવલે થતા કામો અટવાયા
તલાટી કમ મંત્રીઓ છેલ્લા 6 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. જેને લઈને જિલ્લામાં ગ્રામપંચાયત લેવલે થતા વહીવટી તમામ કામો ખોરંભે પાડયા છે. અરજદારો વારંવાર પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. જેથી DDOને તલાટીની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરી છે. તેમ સેગવી ગ્રામ પંચાયતના સભ્ય મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...