વાતાવરણમાં ઠંડક:વલસાડમાં દિવસે વાદળો વચ્ચે 9 કિમીની ઝડપે પવન ફૂકાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 35 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા

જિલ્લામાં હાલમાં હવામાનમાં ત્રણ દિવસથી સવારના સમયગાળામાં વાતાવરણમાં ઠંડક વર્તાઇ રહી છે. શનિવારે પણ આ પ્રકારે વાતાવરણ રહેવા સાથે વાદળોનું પરિભ્રમણ જારી રહ્યું હતું. જેની સાથો સાથ દક્ષિણ પશ્ચિમના પવનો 9 કિમીની ઝડપે ફુંકાતા વાતાવરણમાં દિવસ દરમિયાન પણ ઉકળાટથી લોકોને મુક્તિ મળી હતી.જો કે બપોરના ગાળામાં તાપ સાથે બફારો પણ સર્જાયો હતો.

સાંજ દરમિયાન ફરી વાતાવરણ હળવું થયું હતું. ઉપરાંત મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું. આ બંન્ને તાપમાન ઉંચું રહેતાં ગરમાટો રહ્યો હતો,પરંતું સમયાંતરે પવનોની લહેરના કારણે હળવાશની અનુભૂતિ લોકોને થઇ હતી.

બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા રહ્યું હતું.જેના કારણે જ બપોરે બફારો અનુભવાયો હતો.સાંજ પડતા વાતાવરણ ફરીથી હળવું થયું હતું.હાલમાં ચોમાસાની પૂર્વ ગતિવિધિના પગલે છેલ્લા ત્રણેક દિવસથી મળસ્કે ઠંડા પવનો નિકળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...