ઠંડીમાં વધારો:વલસાડમાં તાપમાનનો પારો 13 ડિગ્રીએ, ઠંડી વધી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન પણ 30.5 ડિગ્રી નીચો ઉતરતાં ગરમી ઘટી

વલસાડ જિલ્લામાં તાજેતરમાં માવઠાં અને ધુમ્મસિયા વાતાવરણ બાદ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થઇ રહ્યો છે.બુધવારે ઠંડીનો પારો 13 ડિગ્રી થઇ જતાં વાતાવરણ ઠંડુગાર બની જતાં લોકોને ખુશનુમા માહોલની અનુભૂતિ થઇ હતી ચાલૂ વર્ષે શિયાળાની ઋતુનો મિજાજ હવે ડિસેમ્બરના મધ્યેથી શરૂ થયો છે.અગાઉ નવેમ્બર માસ દરમિયાન ઠંડીનો પારો નીચે ગયો હતો પરંતુ ત્યારબાદ લો પ્રેશર સહિતના પરિબળો વચ્ચે માવઠું અને કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો.ત્યારબાદ ધુમ્મસનું વાતાવરણ સર્જાવા માડ્યું હતું.

જો કે છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે અને ઠંડીમાં વધારો થઇ રહ્યો છે.બુધવારે વલસાડમાં લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રીએ આવી જતાં રાત્રિથી સવાર સુધી ઠંડીની ખુશનુમા વાતાવરણ જામ્યો હતો. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ પર નીચો ઉતરી જતાં દિવસે પણ ગરમી ઘટી જતાં લોકોને હળવા વાતાવરણનો અહેસાસ થયો હતો. હવામાં ભેજની માત્રા 90 ટકા રહી હતી અને દિવસ દરમિયાન સવારે અને સાંજે આકાશમાં વાદળી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...