તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વલસાડમાં આડાસંબંધનો વહેમ રાખી પતિ જબરજસ્તી કરતો હતો

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્નીને ત્રાસ મામલે 181 ટીમે પતિને સીધોદોર કર્યો

વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી એક 58 વર્ષીય મહિલા તેના પૂત્ર,વહુ અને પૌત્ર સાથે રહે છે.આ મહિલા નોકરી કરે છે.પરંતું તેનો પતિ ખોટી શંકાઓ કરી તેણી ઉપર અન્ય પુરૂષ સાથે સંબંધ રાખવાનો વહેમ રાખી શારીરિક અડપલાં કરવા અને ગમે ત્યારે શારીરિક સંબંધો બાંધવા જબરજસ્તી કરી માનસિક ત્રાસ ગુજારતા પત્ની ભારે ત્રાસી ગઇ હતી.મદદ માગનાર આ મહિલાએ વલસાડ 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરી પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવવા દાદ માગી હતી.

આ કોલ આવતાં જ હેલ્પલાઇનની ટીમ હરકતમાં આવી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.ઘટના સ્થળે જઇ હેલ્પલાઇનની ટીમે પતિનું કાઉન્સેલિગ હાથ ધરી કાયદાકીય કાર્યવાહીની વિગત રજૂ કરી હતી અને મહિલા સાથેના આ કૃત્ય બદલ ગંભીર ગુના માટે મહિલાને પોલિસ મથકમાં અરજી આપવા જણાવતાં જ પતિએ હવે પછી આવુ વર્તન ન કરવા તથા માફી માગી લેતાં પતિ પત્ની વચ્ચે સમાધાન થયું હતું.જરૂર પડે તો ફરીથી 181ની મદદ લેવા પત્નીને જણાવતાં આખરે પત્નીને પતિના ત્રાસમાંથી મુક્તિ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો