તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વલસાડમાં જાન લઇ જતી લકઝરી પર પત્થરમારો કરી ચાલકને માર માર્યો, બસ ઉભી ન રાખતાં ધમાલ ચાવી

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વલસાડના કોસંબાથી જાન લઇને મંગળવારે રાત્રે નિકળેલી લકઝરી બસ પર શહેરના ટાવર પાસે કેટલાક લોકોએ બસ ઉભી રાખવા જણાવી ડ્રાઇવર અને કલીનરને માર મારતા મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો. વલસાડના શહીદ ચોક ખાતે સાગર એપાર્ટમેન્ટમાં રહેતા લકઝરી બસના ચાલક ગુલામઅહમદ શેખ મંગળવારે કોસંબા ગામમાં લગ્ન પ્રસંગમાં જાન લઇને ગયા હતા.

ત્યાંથી તેઓ મોડીરાત્રે કલ્યાણબાગ તરફ જવા નિકળ્યા હતા.તે દરમિયાન ટાવર પાસે રસ્તામાં એક બીજી જાન આવી રહી હતી,જેમાં કેટલાક લોકોએ બસને ઉભી રાખવા જણાવ્યું હતું,પરંતુ બસના ચાલકના જણાવ્યા મુજબ હજુ બીજા ખાનગી કંપનીના પેસેન્જરોને ઉતારવા જવાનું હોવાથી તેમણે લકઝરી હંકારી મૂકતાં કેટલાક ઇસમોએ ટાવર નજીક બસને અટકાવી ડ્રાઇવર તથા કલીનરને માર માર્યો હતો. આ સાથે બસ પર પત્થરમારો કરી ગુસ્સો ઉતાર્યો હતો.જેમાં બસનો કાચ તૂટી ગયો હતો.આ અંગે પોલિસને જાણ થતાં પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી.જો કે ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો.બસ ચાલકને પોલિસ મથકે લઇ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો