તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:વલસાડમાં કોરોના કેસો વધતાં સિટી પોલીસ મથક સેનેટરાઇઝ કરાયું

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીઓ, અરજદારો ફરિયાદીઓની સતત અવરજવર થાય છે

વલસાડમાં કોરોના કેસોની સતત વધતી સંખ્યાને લઇ શહેર પોલીસ હદ વિસ્તારના ગુનાઓની ફરિયાદો તેમજ અરજદારોની અવરજવર,વિવિધ ગુનાના આરોપીઓની ધરપકડ વચ્ચે સતત સક્રિય રહેતા વલસાડ સિટી પોલીસ મથકને રવિવારે સેનેટરાઇઝ કરાયું હતું.

વલસાડ શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.જેને ધ્યાને લઇ સિટી પોલીસ મથકના પીઆઇ વી.ડી.મોરીએ કોરોનાથી સુરક્ષિત રહેવા અગમચેતી માટે પોલીસ સ્ટેશનમાં આવનારા અરજદારો,જેલના કેદીઓ,પોલીસ સ્ટાફની સુરક્ષા માટે સેનેટરાઇઝ કરાવવાની સૂચના આપી હતી.જેના પગલે સેનેટરાઇઝિંગની કામગીરી રવિવારે સિટી પોલીસ મથકમાં આ.પો.કો.રાજકુમાર કરૂણાશંકરની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી.

જેલની કોટડી, કાઉન્ટરો, પોલીસ સ્ટેશનની ઓફિસો,કેબિનોને ખુણે ખુણે સેનેટરાઝ કરવામાં આવી હતી. આ સાથે સિટી પોલીસ મથકના પરિસરમાં પણ સેનેટરાઝિંગ કરવામાં આવ્યું હતું.

ધરમપુર પોલીસ મથક સહિત નગરમાં સેનેટાઈઝેશન
ધરમપુર પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, સીઓ મિલન પલસાણા, ટીપી ચેરમેન પ્રણવ શિંદેના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીને ધ્યાને લઇ ફાયર વિભાગે ધરમપુર પોલીસ મથક, પોલીસ લાઈન,મચ્છી માર્કેટ, માછીવાડ વિસ્તારમાં સ્પ્રેના સથવારે સેનેટાઇઝેશનની કામગીરી કરી હતી.

ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેકટર જયવિરેન્દ્રસિંહ રાઠોડ સહિત ટીમે એન્ટીબૅક્ટેરિયલ સ્પ્રેના સથવારે આ કામગીરી કરી હતી. આ સાથે નગરના ત્રણ દરવાજા, ગાંધીબાગ, આસુરા વાવ વિસ્તારમાં છૂટક શાકભાજી વેચાણના સ્થળ સહિત નગરમાં નિયમિત સ્પ્રે કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો