તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વલસાડમાં ગાર્ડને ઉડાવી ભાગેલો બસચાલક ઝબ્બે

વલસાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTVના આધારે મહારાષ્ટ્રથી પકડાયો

વલસાડ હાઇવે ઉપર ગત મંગળવારે સાયકલ પર જતાં એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લઇ મોત નિપજાવી ભાગી છુટેલા લકઝરી બસના ચાલકને સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સીસીટીવી અને બાતમીદારોની મદદ લઇ પોલીસે વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

વલસાડના મોગરાવાડી હિરા ફેકટરી પાસે રહેતા અને અબ્રામાની પેન્ટલ સ્ટેશનરી ઇન્ડિયા પ્રા.લિ.માં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 36 વર્ષીય રમેશ શુક્લા ગત મંગળવારે સાંજે નોકરી પૂરી કરી સાઇકલ લઇને ઘરે પરત થતાં મોડી સાંજે 8.15 વાગ્યાના સુમારે હાઇવે પર ખોડિયાર હોટલ સામે સુરતથી મુંબઇ તરફ તેજ રફતારથી જતી એક લકઝરી બસે સિક્યુરિટી ગાર્ડને અડફેટમાં લેતા ગંભીર ઇજા પામેલા ગાર્ડનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.અકસ્તમાત સર્જનાર બસચાલક સ્થળ ઉપરથી ભાગી છુટ્યો હતો.

આ કેસમાં સિટી પોલિસે સીસીટીવી અને બાતમીદારોને કામે લગાડી માહિતી મેળવી મહારાષ્ટ્રના સતારા ખાતે રહેતો લકઝરી બસનો ચાલક ગણેશ શિવાજી પિસાલને ઝડપી પાડી અકસ્માતના કેસમાં સફળતા મેળવી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી આગળ ધપાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...