તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવા તળે અંધારું:વલસાડમાં ખુદ નગરપાલિકાની જ 120 આવાસની બિલ્ડિંગ જોખમી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકાની 120 આવાસ બિલ્ડિંગના પીલરના સળિયા નિકળી આવ્યા, મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં - Divya Bhaskar
વલસાડ પાલિકાની 120 આવાસ બિલ્ડિંગના પીલરના સળિયા નિકળી આવ્યા, મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં
  • દર વર્ષે ચોમાસુ આવતા પાલિકાના અધિકારીઓ ખાનગી જર્જરિત મકાનોને નોટિસ ફટકારી દેતા હોય છે
  • આવાસને તાઉતે વખતે ખાલી કરાવ્યાં બાદ ફરી જૈસે થે, નોટિસો પછી તેનો કોઇ નક્કર ઉકેલ લાવવા કાર્યવાહી કરાતી નથી

વલસાડ શહેરમાં જૂના મકાનોના જર્જરિત ભાગોને તોડી પાડવા પાલિકાએ નોટિસની હાથ ધરેલી તજવીજ સામે ખુદ પાલિકા જ શંકાના ઘેરામાં છે.અન્ય જર્જરિત મકાનોને તોડવાની સુફિયાણી સલાહ આપનાર પાલિકાની 2 માળીય ન્યૂશાકભાજી માર્કેટની 120 આવાસ બિલ્ડિંગ જ ભયજનક બની છે.

વલસાડમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જૂના જર્જરિત મકાનોમાં કોઇ દૂર્ધટના ન સર્જાય તે માટે પાલિકા વહીવટકર્તાઓ દર વર્ષે જૂની ઘરેડ અપનાવી જાહેર નોટિસ આપીને સંતોષ માનતી આવી છે.ગત વર્ષે વલસાડના બેચર રોડ ઉપર વિષ્ણુ ચેમ્બર અને લક્ષ્મી ચેમ્બરની વર્ષો જૂની જર્જરિત બિલ્ડિંગને વર્ષો સુધી નોટિસો આપ્યા બાદ આ વર્ષે તેને ડિસ્મેન્ટલ કરાઇ છે.જ્યારે અને જૂના જર્જરિત મકાનોના જોખમી ભાગ તોડી પાડવા હજી જાહેર નોટિસો આપવાનું પાલિકા વલણ અપનાવી રહી છે.

આ વર્ષે પણ પાલિકાએ શહેરમાં જે જર્જરિત મકાનો હોય તેનો જોખમી ભાગ માલિકોના ખર્ચે ઉતારી લેવા કે તે ભાગની મરામત કરી સલામત કરવા માટે જાહેર નોટિસ આપી છે.પરંતું પાલિકા દર વર્ષે આવી નોટિસો આપે પછી તેનો કોઇ નક્કર ઉકેલ લાવવા કાર્યવાહી કરાતી નથી.

જૂના મકાનોને નોટિસ આપી પાલિકા વળીને જોતી પણ નથી
વલસાડ શહેરમાં ન્યૂશાકભાજી માર્કેટ અને 120 આવાસની બિલ્ડિંગ સહિત લગભગ 30 થી 35 જૂના જર્જરિત મકાનો માળખાં જોખમી હોવા છતાં પાલિકા નોટિસો આપી દે છે.ત્યારબાદ તેને જોતી પણ નથી.

મદનવાડ,મોગરાવાડીમાં માળ અને દિવાલો ધસી પડી હતી
2 વર્ષ અગાઉ મદનવાડમાં એક બિલ્ડિંગની દિવાલ અને ઉપલો માળ ધસી પડ્યો હતો.સદનસીબે તેમાં કોઇને ઇજા થઇ ન હતી.મોગરાવાડીમાં પણ એક જૂની ચાલને નોટિસો આપ્યે રાખી હતી.પરંતું તેન ખાલી થવા છતાં હજી તે ડિસમેન્ટલ કરવામાં આવી નથી.

આવાસની ગેલેરી વારંવાર ધરાશાયી થઇ
વલસાડ પાલિકા સંચાલિત ન્યૂશાકભાજી માર્કેટ અને તેના 120 આવાસોની બિલ્ડિંગની ચારે તરફની ગેલેરીઓ જર્જરિત થઇ ગઇ છે.છેલ્લા 4 વર્ષમાં અ્નેકવાર તેની ગેલેરીઓ ખંખેરાઇ ગઇ છે.તાજેતરમાં જ રાત્રિ દરમિયાન 120 આવાસની બીજા માળનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થઇ જતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

રહીશો અને પાલિકા વચ્ચે વિવાદ યથાવત
વલસાડ પાલિકાએ ગત વર્ષે 120 આવાસના ફલેટ ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા નોટિસો જારી કરી હતી,પરંતું રહીશોએ તેમના નામે દસ્તાવેજો કરી આપવાની ફરિયાદ કરી બિલ્ડિંગ ખાલી કરવા ઇન્કાર કરી દીધા બાદ આજદિન સુધી પાલિકાએ તેનો કોઇ ઉકેલ લાવવા કાર્યવાહી કરી નથી.આ બિલ્ડિંગમાં કોમર્શિયલ ઉપયોગ પણ થઇ રહ્યો છે.ત્યારે પાલિકા હજી આ જર્જરિત જોખમી બિલ્ડિંગનો ઉકેલ લાવી શકી નથી.માત્ર નોટિસો જ આપી કામ ચલાવે છે. > પ્રવિણ કચ્છી, વોર્ડ કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...