માતા-બાળ મૃત્યુદર ઘટાડવાનો પ્રયાસ:વલસાડમાં DDO, પ્રાથમિક શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોએ સગર્ભા મહિલાઓની મુલાકાત લીધી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા મરણનો દર ઘટાડવા સગર્ભા તથા જોખમી સગર્ભા બહેનોની મુલાકાત લેવામાં આવી
  • પૌષ્ટીક ખોરાક લેવા, કસરતો કરવા અને સમયસર ચેકઅપ કરાવવા અંગે માર્ગદર્શન અપાયું

વલસાડ તાલુકા અને જિલ્લામાં સગર્ભા મહિલાઓનો મૃત્યુ આંક ઘટાડવા માટે વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે. વલસાડ તાલુકા સહિત જિલ્લામાં સગર્ભા મહિલાઓની મુલાકાત લઈને જરૂરી પોષણયુક્ત ખોરાક લેવા તેમજ સમયસર ચેકઅપ કરાવા જેવા તબીબો દ્વારા આપવામાં આવતા જરૂરી સુચનનું પાલન કરવા મહિલાઓને જાગૃત કરાઇ હતી.

વલસાડ તાલુકા અને જિલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલી સગર્ભા મહિલાઓ ડિલિવરી સમયે અને ડિલિવરી બાદ બાળક મૃત્યુદર અને માતા મૃત્યુદર અંકુશમાં લાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન DDO, PDEO અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વલસાડ તાલુકાની જોખમી સગર્ભા મહિલાઓની મુલાકાત લીધી હતી. જેમાં વલસાડના DDO મનીષ ગુરવાની અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ આરોગ્ય વિભાગની ટીમોએ સગર્ભા મહિલાઓની મુલાકાત લીધી હતી. જેમાં મહિલાઓને પૌષ્ટીક ખોરાક લેવા, જરૂરી કસરતો કરવા અને સમયસર તબીબી ચેકઅપ કરાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સગર્ભા માતાઓને પોષણયુક્ત ખોરાક ખાવા અંગે અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બુધવારે વલસાડ તાલુકાના અબ્રામા વિસ્તારની મુલાકાત લઈને માતા મરણનો દર ઘટાડવા સગર્ભા તથા જોખમી સગર્ભા બહેનોની મુલાકાત લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. કમલ ચૌધરી, તથા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા અબ્રામા અને વાઘલધરાના જેશીયા ફળિયાની સગર્ભા બહેનોની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...